(Source: ECI/ABP News/ABP Majha)
Toyota Cruiser Hyryder SUV: ન્યૂ ટોયોટા અર્બન ક્રૂઝર Hyryder SUV ભારતમાં લોન્ચ થશે ?
Toyota Cruiser Hyryder SUV: Hyryder નામ પુષ્ટિ કરે છે કે તે નવી અર્બન ક્રુઝરની ઉપર હશે અને અન્ય મોટી નવી ક્રેટા હરીફ સાથે SUV પરિવારનો ભાગ હશે
Toyota Cruiser Hyryder SUV: ટોયોટની એક તસવીર લીક થઈ છે. નવી ટોયોટા એસયુવીના જાહેરાતના શૂટિંગમાંથી આ તસવીર લીક થઈ છે. જેમાં નેમપ્લેટ પર Hyryder વાંચી શકાય છે. પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો તેની ઉપર અર્બન ક્રુઝર પણ લખેલું છે. તો તેનો અર્થ એ થયો કે આ ટોયોટાની નવી બ્રેઝા છે અથવા નવી અર્બન ક્રુઝર હાઇડર મારુતિ 30મીએ નવી બ્રેઝા લોન્ચ કરવાની છે અને આ નવી SUV ટોયોટા વર્ઝન છે જે 1લી જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે.
નવી SUV પણ નવા ફ્રન્ટ-એન્ડ સાથે નવા બ્રેઝાથી સંપૂર્ણપણે અલગ દેખાય છે
Hyryder નામ પુષ્ટિ કરે છે કે તે નવી અર્બન ક્રુઝરની ઉપર હશે અને અન્ય મોટી નવી ક્રેટા હરીફ સાથે SUV પરિવારનો ભાગ હશે. બ્રેઝાના નવા ટોયોટા વર્ઝનને અર્બન ક્રુઝર ટેગ મળે છે પરંતુ તેમાં હાઇડર નામ પણ ઉમેરાય છે. સ્લિમ LED DRLs અને નીચેના હેડલેમ્પ્સને કારણે નવી SUV પણ નવા ફ્રન્ટ-એન્ડ સાથે નવા બ્રેઝાથી સંપૂર્ણપણે અલગ દેખાય છે. બે ભાગના બમ્પર સેટ-અપની સાથે ગ્રિલ પણ સ્લિમ છે. ગ્રિલમાં ક્રોમ આઉટલાઈન સાથે ટોયોટાનો લોગો પણ છે.
કેવા હશે ફીચર્સ અને ક્યારે થઈ શકે છે લોન્ચ
બતાવવામાં આવેલી કારમાં બ્લેક રૂફ અને ડ્યુઅલ ટોન કલર પ્લસ નવી બ્રેઝાની જેમ 9 ઇંચની ટચ-સ્ક્રીન સાથે 360 ડિગ્રી કેમેરા, સનરૂફ, કનેક્ટેડ કાર ટેક, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, જેવી સુવિધાઓ સાથે નવું ઇન્ટિરિયર મળશે. વાયરલેસ ચાર્જિંગ અને પાછળના એસી વેન્ટ્સ ઉપરાંત બીજી અનેક વસ્તુ મળશે. એન્જિન હળવા હાઇબ્રિડ સેટ-અપ સાથે 1.5l પેટ્રોલ હશે જ્યારે નવું 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ હશે. ઓટોમેટિક ગિયરબોક્સ સ્ટીયરિંગ વ્હીલની પાછળ પેડલ શિફ્ટર્સ સાથે પણ આવશે. નવા બ્રેઝાનું ટોયોટા વર્ઝન એક મહિનાની અંદર લોન્ચ થશે તેમ માનવામાં આવે છે.