શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Hyundai અને Kiaની કારોમાં આગ લાગવાનો ખતરો, 5 લાખથી વધુ કાર પરત મંગાવવામાં આવી
બન્ને કંપનીઓની ગાડીના કેટલાક મોડલ્સમાં આગ લાગવાની ફરિયાદો મળી રહી હતી. આ રિકોલ કેનેડા અને અમેરિકામાં કરવામાં આવશે.
નવી દિલ્હી: કોરિયાઈ ઑટોમેકર Hyundai Motor અને Kia Motors પોતાની કારોને રિકોલ કરવાની જાહેરાત કરી છે. કારમાં એક બ્રેક ફ્લૂઈડ (brake fluid) લિકેજના કારણે તેમાં આગ લાગવાની શક્યતા હોવાથી તેને રિપેર કરવા માટે કાર પરત મંગાવવામાં આવી રહી છે. બન્ને કંપનીઓની ગાડીના કેટલાક મોડલ્સમાં આગ લાગવાની ફરિયાદો મળી રહી છે. આ રિકોલ કેનેડા અને અમેરિકામાં કરવામાં આવશે.
અમેરિકામાં 591,000થી વધુ કારોને પરત મંગાવવામાં આવી રહી છે. આ રિકોલ 440,000 થી વધુ કિયા ઓપ્ટિમાં સેડાન માટે છે જે 2013 થી 2015ની વચ્ચે ખરીદવામાં આવી હતી, કિયા સોરેન્ટો જે વર્ષ 2014 થી 2015ની વચ્ચે ખરીદી હોય. જ્યારે 2013 થી 2015 સુધી 151,000 હ્યૂન્ડાઈ સેન્ટા એફઈ એસયૂવી પણ સામેલ છે.
ગત દિવસોમાં કંપનીની ગાડીઓમાં બ્રેક ફ્લૂડ લીકેજથી એન્જીનમાં આગ લાગવાની સમસ્યાને લઈને હ્યૂન્ડાઈ અને કિયા મોટર્સને યૂએસ નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન દ્વારા ચેતવણી અને તપાસનો સામનો કરવો પડી રહ્યો હતો. તેની વચ્ચે કંપનીને આ પગલું ઉઠાવવું પડ્યું છે. જણાવી દઈએ કે કિયા મોટર્સ અને હ્યૂન્ડાઈ મોટર્સ બન્નેની માલિકી એક જ કંપની પાસે છે.
કિયાનો રિકોલ 15 ઓક્ટોબરથી શરુ થશે, જ્યારે હ્યૂન્ડાઈની 23 ઓક્ટોબરથી. હ્યૂન્ડાઈ અને કિયાની જે ગાડીઓને રિકોલ કરવામાં આવી છે, તેમાં મોટાભાગની એસયૂવી કાર છે. કિયા સોરેન્ટો એસયૂવી, કિયા ઓપ્ટિમા સેડાન અને હ્યૂન્ડાઈ સેન્ટા એફઈ એસયૂવી કાર સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion