Kia Sonet Facelift: ટેસ્ટિંગ વખતે સ્પૉટ થઇ કિયા સૉનેટ ફેસલિસ્ટ, નવી ડિઝાઇનની ડિટેલ્સ આવી સામે....
સૉનેટની પ્રૉફાઇલ પહેલેથી જ એકદમ સ્પોર્ટી છે, અને એવું લાગે છે કે કિયાએ ફેસલિફ્ટ મૉડલ સાથે વસ્તુઓને વધુ આકર્ષક બનાવી છે
2024 Kia Sonet: ભારતમાં ઓટોમોબાઇલ માર્કેટમાં કેટલીય નવી કારોની બહુ જલદી એન્ટ્રી થવાની છે, આમાં સૌથી વધુ નજર કિયા મૉટર્સ પર છે. માત્ર ચાર વર્ષમાં કિયાએ ભારતીય ઓટોમોટિવ માર્કેટમાં મજબૂત પકડ જમાવી છે. હવે કૉરિયન કાર ઉત્પાદક તેના વર્તમાન પૉર્ટફોલિયોને અપડેટ અને વિસ્તૃત કરવા જઈ રહી છે. સેલ્ટૉસ ફેસલિફ્ટ પછી કિયા હવે સૉનેટ ફેસલિફ્ટને લૉન્ચ કરવા માટે તૈયાર કરી રહી છે. તેનું વેચાણ આવતા વર્ષથી શરૂ થવાની ધારણા છે.
શું થશે ફેરફાર
સૉનેટની પ્રૉફાઇલ પહેલેથી જ એકદમ સ્પોર્ટી છે, અને એવું લાગે છે કે કિયાએ ફેસલિફ્ટ મૉડલ સાથે વસ્તુઓને વધુ આકર્ષક બનાવી છે. તેના ટેસ્ટિંગ મૉડલમાં જે ફિચર્સ સ્પષ્ટપણે દેખાય છે તેમાં નવા હેડલેમ્પ્સ, LED DRL અને LED ફૉગ લેમ્પ્સનો સમાવેશ થાય છે. ફ્રન્ટ ગ્રિલ અને રિયર બમ્પરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. બાજુની પ્રૉફાઇલ મોટે ભાગે પહેલા જેવી જ દેખાય છે. SUVમાં જાડા બૉડી ક્લેડીંગ, ક્રૉમ વિન્ડો લાઇનિંગ, રૂફ રેલ્સ અને સિંગલ-પેન સનરૂફ છે.
સૉનેટ ફેસલિફ્ટને એલૉય વ્હીલ્સ માટે નવી ડિઝાઇન મળે છે. પાછળના ભાગમાં નવા ટેલ લેમ્પ્સ તાજેતરમાં લૉન્ચ કરાયેલી સેલ્ટૉસ ફેસલિફ્ટના સમાન છે. તેઓ ઊભી-સ્ટૅક્ડ પ્રૉફાઇલ ધરાવે છે જે આસાનીથી LED લાઇટિંગ પ્રૉફાઇલ્સ સાથે સંકલિત થાય છે. બાહ્ય રંગોના સંદર્ભમાં, ફેસલિફ્ટ કેટલાક નવા ઓપ્શનો સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે.
ઇન્ટીરિયર અને ફિચર્સ
Kia Sonet ફેસલિફ્ટને ઈન્ટિરિયરમાં કેટલાય અપડેટ્સ મળશે. કોકપિટ વિસ્તારને નવા ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ યૂનિટ સાથે અપડેટ કરવામાં આવશે. કિયા પેનલ પર ભૌતિક બટનોની સંખ્યા ઘટાડવા પર કામ કરી રહી છે. તેમાં નવી ટચસ્ક્રીન ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમ અને સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ મળશે. ટોપ-સ્પેક ટ્રીમ્સને 360° કેમેરા અને ADAS જેવી પ્રીમિયમ સુરક્ષા સુવિધાઓ મળશે.
એન્જિન
કિયા સૉનેટ ફેસલિફ્ટ માટેના એન્જિન ઓપ્શનો હાલના મૉડલ જેવા જ હોવાની અપેક્ષા છે, જેમાં 1.2-લિટર MPI પેટ્રોલ, 1.0-લિટર ટર્બો પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ એન્જિન મળે છે. કુદરતી રીતે એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન 83 PS મહત્તમ પાવર અને 115 Nm પીક ટોર્ક જનરેટ કરે છે અને તે 5-સ્પીડ મેન્યૂઅલ ગિયરબૉક્સ સાથે જોડાયેલું છે. જ્યારે ટર્બો પેટ્રોલ એન્જિન 120 PS પાવર અને 172 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6iMT અને 7DCT ના ટ્રાન્સમિશન ઓપ્શન છે. જ્યારે ડીઝલ એન્જિન 116 PS પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. તે 6iMT અથવા 6AT સાથે જોડાયેલું છે. સોનેટ ફેસલિફ્ટની કિંમત પ્રીમિયમ સુવિધાઓ સાથે વધવાની અપેક્ષા છે. તેની વર્તમાન રેન્જની એક્સ-શોરૂમ કિંમત 7.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સોનેટ ફેસલિફ્ટ Tata Nexon, Maruti Brezza, Hyundai Venue, Mahindra XUV300, Nissan Magnite અને Renault Kiger સાથે સ્પર્ધા કરશે.