કેવી રીતે કરવામાં આવે છે કાર ક્રેશ ટેસ્ટ ? શું હોય છે સેફ્ટી રેટિંગ ? આ રહી જાણકારી
NCAP દ્વારા કારનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. કાર ક્રેશ થયા પછી એરબેગ્સ, ABS, EBD, સ્પીડ એલર્ટ, સેફ્ટી બેલ્ટ વગેરે જેવી સુવિધાઓને ચકાસીને કારનું રેટિંગ નક્કી કરવામાં આવે છે.
તમે તમારા પરિવાર માટે અથવા તમારા માટે કાર ખરીદો છો પછી અન્ય સુવિધાઓની સાથે સલામતી સુવિધાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. કારણ કે તેની સાથે બાંધછોડ કરી શકાતી નથી. શું તમે ક્રેશ ટેસ્ટિંગ વિશે સાંભળ્યું છે? જો તમને ખબર ન હોય,તો અમે તમને જણાવીશું. કારની મજબૂતાઈ અથવા સલામતી હવે ક્રેશ ટેસ્ટ અને સલામતી રેટિંગ દ્વારા નક્કી કરવામાં આવે છે. ગ્લોબલ ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (NCAP) દ્વારા કારનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે અને તે મુજબ રેટ કરવામાં આવે છે. ટેસ્ટમાં વાહનની સલામતી સરળતાથી જાણી શકાય છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે એક લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે આવી સ્થિતિમાં આપણી સુરક્ષા વિશે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે.
શું છે સેફ્ટી રેટિંગ?
ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (NCAP) દ્વારા કારનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. કાર ક્રેશ થયા પછી એરબેગ્સ, ABS, EBD, સ્પીડ એલર્ટ, સેફ્ટી બેલ્ટ વગેરે જેવી સુવિધાઓને ચકાસીને કારનું રેટિંગ નક્કી કરવામાં આવે છે. કારનું સેફ્ટી રેટિંગ ક્રેશ ટેસ્ટ પછી આપવામાં આવે છે.
કાર ક્રેશ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે?
અકસ્માત દરમિયાન કારની અંદરની સીટ પર એક ડમી સીટ મૂકવામાં આવે છે. આ પછી કાર વધુ સ્પીડમાં કોઈ સખત વસ્તુ સાથે અથડાય છે. કારમાં સીટ પ્રમાણે ચારથી પાંચ ડમી કે તેનાથી ઓછી ડમી પણ હોઈ શકે છે. આમાં પાછળની સીટ પર બાળકની ડમી રાખવામાં આવે છે, જેના કારણે બાળકોની સુરક્ષાની તપાસ કરવામાં આવે છે.
કેવી રીતે થાય છે વિશ્વેષણ ?
કાર ક્રેશ થયા બાદ એરબેગ ચેક કરવામાં આવે છે કે ટક્કર બાદ તરત જ એરબેગ ખુલી કે નહીં. ડમીને જોઈને તેના નુકસાનનો અંદાજ લગાવવામાં આવે છે. કારના અન્ય સેફટી ફીચર્સની તપાસ કરવામાં આવે છે કે તેણે મુસાફરોની કેટલી સુરક્ષા કરી છે. કારનું રેટિંગ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓના આધારે નક્કી કરવામાં આવે છે.