શોધખોળ કરો

Audi Car: ઓડી Q5ની નવી એડિશન લૉન્ચ, એકદમ યૂનિક છે ડિઝાઇન, જાણો કિંમત ને ફિચર્સ

Audi Q5 Bold Edition: લક્ઝરી કાર મેન્યૂફેક્ચરિંગ કંપની ઓડી ઈન્ડિયાએ ભારતમાં તેની લક્ઝરી કાર Q5ની બૉલ્ડ એડિશન લૉન્ચ કરી છે. આ સાથે આ કારમાં અદભૂત ફિચર્સ અને અનોખી ડિઝાઈન છે

Audi Q5 Bold Edition: લક્ઝરી કાર મેન્યૂફેક્ચરિંગ કંપની ઓડી ઈન્ડિયાએ ભારતમાં તેની લક્ઝરી કાર Q5ની બૉલ્ડ એડિશન લૉન્ચ કરી છે. આ સાથે આ કારમાં અદભૂત ફિચર્સ અને અનોખી ડિઝાઈન છે. કંપનીએ તેની Q5 સીરીઝનું વિસ્તરણ કરતી વખતે આ એડિશન દેશમાં લૉન્ચ કર્યું છે. કંપનીએ આ કારને 5 એક્સીટિરિયર રંગો સાથે લૉન્ચ કરી છે. આ રંગોમાં ગ્લેશિયર વ્હાઇટ, માયથોસ બ્લેક, નવરા બ્લુ, ડિસ્ટ્રિક્ટ ગ્રીન અને મેનહટન ગ્રેનો સમાવેશ થાય છે.

Audi Q5 Bold Edition: ડિઝાઇન 
હવે આ નવી કારની ડિઝાઇન વિશે વાત કરીએ તો ઓડી ઇન્ડિયાએ તેમાં બ્લેક સ્ટાઇલિંગ પેકેજ આપ્યું છે. આ કારમાં બ્લેક ગ્રિલ, ઓડી એમ્બ્લેમ્સ, બારી ફરતે એક્સટીરિયર મિરર્સ અને હાઈ-ગ્લોસ બ્લેક રૂફ રેલ્સ જેવા એલિમેન્ટ્સ આપવામાં આવ્યા છે.

Audi Q5 Bold Edition: ફિચર્સ 
Audi Q5 બોલ્ડ એડિશનના ફિચર્સની વાત કરીએ તો કંપનીએ તેમાં 19 ઇંચના સ્પૉર્ટી વ્હીલ્સ આપ્યા છે. આ સિવાય તેમાં એડપ્ટિવ સસ્પેન્શન, LED લાઇટિંગ, પેનોરેમિક સનરૂફ અને કીલેસ એન્ટ્રી જેવા ફિચર્સ પણ છે. એટલું જ નહીં આ નવી કારમાં 360 ડિગ્રી કેમેરા અને પ્રીમિયમ B&O સાઉન્ડ સિસ્ટમ પણ ફીટ કરવામાં આવી છે જે ગ્રાહકોને એક શાનદાર ફીલ આપશે.

નવી કારમાં મેમરી ફંક્શન અને પાવર એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત તેમાં 3-ઝૉન ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ પણ છે. આ સિવાય કારમાં સુરક્ષા માટે 8 એરબેગ્સ પણ આપવામાં આવી છે.

Audi Q5 Bold Edition: એન્જિન 
કંપનીએ નવી Audi Q5 બોલ્ડ એડિશનમાં 2.0 લિટર TFSI એન્જિન આપ્યું છે. આ એન્જિન 265 HPની મહત્તમ શક્તિ સાથે 370 Nmનો પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. કંપનીના જણાવ્યા અનુસાર આ કાર માત્ર 6.1 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. આ નવી લક્ઝરી કારમાં 240 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પણ છે. કારમાં ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ અને ટ્રેક્શન કંટ્રોલ પણ આપવામાં આવ્યું છે.

Audi Q5 Bold Edition: કિંમત 
ઓડી ઈન્ડિયાએ આ લક્ઝરી કારની એક્સ-શૉરૂમ કિંમત 72.30 લાખ રૂપિયા રાખી છે. વળી, આ કાર બજારમાં હાજર BMW અને મર્સિડીઝ-બેન્ઝ જેવા વાહનોને સીધી સ્પર્ધા આપી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget