Mahindra XUV700ની આજથી ફરીથી બુકિંગ શરૂ, પહેલા જ દિવસે ફક્ત એકજ કલાકમાં બુક થયા આટલા યૂનિટ
પહેલા 25,000 બુકિંગ માટે કંપનીએ 11.99 લાખ રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી હતી, વળી, હવે આને જે પણ બુક કરશે તેને 12.49 લાખ રૂપિયાથી 22.99 લાખ રૂપિયા સુધી કિંમત ચૂકવવી પડશે.
મુંબઇઃ ભારતની દિગ્ગજ ઓટો કંપની Mahindraએ કાલે પહેલીવાર પોતાની લેટેસ્ટ એસયુવી XUV700નુ બુકિંગ શરૂ કર્યુ. વળી, આજે એકવાર ફરીથી આનુ બુકિંગ શરૂ 10 વાગ્યાથી કરવામાં આવશે. આ ધાંસૂ એસયુવીનો ક્રેઝ એટલો બધો છે દેખાયો કે માત્ર 57 મિનીટમાં 25,000 બુકિંગ થઇ ગઇ. પહેલા 25,000 બુકિંગ માટે કંપનીએ 11.99 લાખ રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી હતી, વળી, હવે આને જે પણ બુક કરશે તેને 12.49 લાખ રૂપિયાથી 22.99 લાખ રૂપિયા સુધી કિંમત ચૂકવવી પડશે.
બનાવ્યો આ રેકોર્ડ-
પહેલા દિવસ બુકિંગને જોઇને ખાસા એવા ઉત્સાહ પર મહિન્દ્રાએ પોતાની પ્રતિક્રિયા આપી, કંપનીની તરફથી કહેવામાં આવ્યુ કે- આ આવી ઉપલબ્ધિ હાંસલ કરનારી ભારતની પહેલી ફૉર વ્હીલર છે. અમે આજે સવારે 10 વાગે બુકિંગ ઓપન કર્યુ, અમે તમારા દ્વારા આપવામાં આવેલા રિસ્પૉન્સ માટે આભારી છીએ, સાચે જ રોમાંચિત છીએ કે અમે આના શરૂ થતાં જ 57 મિનીટના રેકોર્ડ સમયમાં 25,000 બુકિંગ હાંસલ કરી છે.
9 મહિનાનો છે વેઇટિંગ પીરિયડ-
વળી, 25,000 કારો પહેલી બેચની સરખામણીમાં કિંમતોમાં 50,000 રૂપિયાનો વધારો થયો. XUV700ની માંગ પણ થારથી આગળ નીકળી ગઇ, જેનો વેઇટિંગ પીરિયડ નવ મહિનાથી વધુનો ચાલી રહ્યો છે. કારોના પહેલા લૉટને છ મહિનાનુ પ્રૉડક્શન પુરુ કરી લીધુ છે, જ્યારે આગળના લૉટ માટે બુકિંગ શરૂ કરી દીધુ છે, જે આગામી છ મહિનામાં ચાલશે.
ચિપની કમીથી પ્રૉડક્શન પ્રભાવિત-
ચિપની કમી અને વધારાની માંગના કારણે પ્રૉડક્શન પ્રભાવિત થવાની સાથે આ સમય XUV700 ખરીદદારો માટે એક લાંબો વેઇટિંગ પીરિયડની અપેક્ષા કરો. XUV700એ પેટ્રૉલ અને ડીઝલ બન્ને એન્જિનની સાથે સાથે AWD/7-સીટરના ઓપ્શનની સાથે લૉન્ચ કરવામાં આવી છે પહેલા 25,000 બુકિંગ માટે કંપનીએ 11.99 લાખ રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી હતી, વળી, હવે આને જે પણ બુક કરશે તેને 12.49 લાખ રૂપિયાથી 22.99 લાખ રૂપિયા સુધી કિંમત ચૂકવવી પડશે.