Mahindra : મહિન્દ્રા તેના ગ્રાહકોને આપી શકે છે શાનદાર ગિફ્ટ, આ સફળ મોડલ ફરી થશે લોંચ!
કંપનીએ તેના સૌથી લોકપ્રિય મોડલ XUV 500ને અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું. જો શક્યતાઓ સાચી સાબિત થાય તો આ SUVમાં 1.5 લિટર ડીઝલ એન્જિન અને 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન જોવા મળી શકે છે.
Mahindra and Mahindra: વાહન ઉત્પાદક મહિન્દ્રા તેની SUV કાર માટે પ્રખ્યાત છે. મહિન્દ્રા તેની XUV 300 અને XUV 700 વચ્ચેની ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીના ચીફ ડિઝાઇન ઓફિસર પ્રતાપ બોસે નવી મહિન્દ્રા SUVનું ટીઝર રિલીઝ કરીને આ વાતનો સંકેત આપ્યો છે. જે બાદ XUV 500ના માર્કેટમાં પાછા આવવાની અટકળો લગાવવામાં આવી રહી છે. ટીઝરમાં દેખાતી SUV સંપૂર્ણ રીતે ઢંકાયેલી હતી. પરંતુ શરૂઆતમાં છતની રેલ, એક નવું મોટું ફ્રન્ટ બમ્પર, મોટી વ્હીલ કમાનો અને સીધી વિન્ડશિલ્ડ સાથે સોલ્ડ શોલ્ડર લાઇટ હોવાનું નોંધવામાં આવ્યું છે. ડિઝાઈનને જોતા તેને મોટી બૂટ સ્પેસ મળવાની આશા છે.
શું XUV 500 પુનરાગમન કરશે?
કંપનીએ તેના સૌથી લોકપ્રિય મોડલ XUV 500ને અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું. જો શક્યતાઓ સાચી સાબિત થાય તો આ SUVમાં 1.5 લિટર ડીઝલ એન્જિન અને 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન જોવા મળી શકે છે. ઉપરાંત તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
કેવા હશે ફિચર્સ
લેવલ 2 ADAS સિસ્ટમ, 7 એરબેગ્સ, ઇલેક્ટ્રિકલી કંટ્રોલ્ડ સનરૂફ, 8-સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ અને 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સહિત અન્ય ઘણી સુવિધાઓ પણ આ નવી SUVમાં જોઈ શકાય છે.
કોની સાથે સ્પર્ધા કરશે?
આ આવનારી મહિન્દ્રા SUV ભારતીય માર્કેટમાં Hyundai Creta અને Maruti Grand Vitara સાથે સ્પર્ધા કરી શકે છે. સાથે જ નવી Kia Seltos પણ આ SUVને ટક્કર આપી શકે છે.
બજારમાં ક્યારે આવશે?
તાજેતરમાં કંપનીએ આ ટીઝર સિવાય અન્ય કોઈ માહિતી આપી નથી. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ SUVને આવતા વર્ષના બીજા ક્વાર્ટરમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. તેની શરૂઆતની કિંમત 8 થી 12 લાખ રૂપિયા હોઈ શકે છે.
Cars: નવા વર્ષમાં આવી રહી છે આ પાંચ દમદાર કારો, લૂકથી લઇને એન્જિન છે હટકે......
મારુતિ સુઝુકી દેશમાં સતત આક્રમક રણનીતિ પર કામ કરી રહી છે, અને આ સિલસિલો પણ યથાવત રહેવાનો છે. કંપની 2023 માં 3 નવી યૂટિલિટી વ્હીકલ્સને લૉન્ચ કરશે, આની સાથે જ બ્રેઝા અને ગ્રાન્ડ વિટારાના સીએનજી વર્ઝન પણ જોવા મળી શકે છે. જાણો વર્ષ 2023માં આવનારી મારુતુ સુઝુકીની અપકમિંગ કારો....
કંપની લાવશે નવી એમપીવી -
મારુતુ સુઝુકી ઓગસ્ટ, 2023 સુધી દેશમાં બે નવી એસયુવી લૉન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. વળી, કંપની આગામી વર્ષે તહેવારોની સિઝન સુધી દેશમાં ટોયોટાની નવી ઇનોવા હાઇક્રૉસ પર આધારિત એક નવી એમપીવી લૉન્ચ કરશે, સાથે જ કંપની 2023 ઓટો એક્સપૉમાં કૉડનેમ YTB અને 5- ડૉર જિમ્ની લાઇફસ્ટાઇલ SUV ને પણ લૉન્ચ કરવાની છે.