Auto Expoમાં મારુતિ સુઝુકીની પાવરફૂલ ઇલેક્ટ્રિક કાર રજૂ, SUV વેરિએન્ટમાં આ વર્ષે આવી જશે માર્કેટમાં, જાણો
પૉઝિશનિંગના મામલામાં, આ એક મોટી એસયુવી હશે, જે ખરીદદારોને ઇવી કે ફૂલ હાઇબ્રીડમાંથી એકને પસંદ કરવાનો ઓપ્શન આપશે
![Auto Expoમાં મારુતિ સુઝુકીની પાવરફૂલ ઇલેક્ટ્રિક કાર રજૂ, SUV વેરિએન્ટમાં આ વર્ષે આવી જશે માર્કેટમાં, જાણો New Electric Car of Maruti Suzuki Electric SUV EV in Auto Expo 2023 Auto Expoમાં મારુતિ સુઝુકીની પાવરફૂલ ઇલેક્ટ્રિક કાર રજૂ, SUV વેરિએન્ટમાં આ વર્ષે આવી જશે માર્કેટમાં, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/11/487fde40a6b40ecffdb625643618c75b167342701000377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Auto Expo 2023, Maruti Suzuki Car: મારુતિએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કૉન્સેપ્ટ કાર SUV EVXની સાથે છલાંગ લગાવતા, Expoમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, કંપનીએ આ ઇલેક્ટ્રિક SUV ને 2025 સુધી ભારતીય રસ્તાઓ પર ઉતારશે.
મારુતિ સુઝુકી ઇલેક્ટ્રિક SUV EVX -
આમાં 60kwh બેટરી પેક છે અને જેના માટે કંપનીએ 550 km રેન્જના દાવાની રજૂઆત કરી છે, 4 મીટરથી લાંબી આ કારનો લૂક ખુબ આકર્ષક છે. મારુતિની આ ઇલેક્ટ્રિક એસયુવી ગુજરાતના નવા સંયંત્રમાં બનાવવામાં આવશે, અને નેક્સા વેચાણ આઉટલેન્ટ દ્વારા આનુ વેચાણ કરવાની વધુ સંભાવના છે.
પૉઝિશનિંગના મામલામાં, આ એક મોટી એસયુવી હશે, જે ખરીદદારોને ઇવી કે ફૂલ હાઇબ્રીડમાંથી એકને પસંદ કરવાનો ઓપ્શન આપશે. મારુતિ પોતાની ઓ એસયુવી કૉન્સેપ્ટ ઇલેક્ટ્રિક કારને દેશમાં જ અને દેશના વાતાવરણ અને હવામાનને ધ્યાનમાં રાખીને એસેમ્બલ કરશે, આ એક મોટી એસયુવી હશે, આ કંપનીની આના વેચાણ માટે સફળતાનો મંત્ર સાબિત થશે.
Auto Expo 2023: જાણો ઓટો એક્સ્પૉ 2023 ના કયા હૉલમાં જોવા મળશે કઇ કંપનીની કાર, આ રહ્યું આખુ લિસ્ટ....
હ્યૂન્ડાઇ મૉટર આ મૉટર શૉમાં એક્સ્પૉ સેન્ટરના હૉલ નંબર 3માં અવેલેબલ રહેશે.
બીનેલી-કીવે, અલ્ટ્રાવાયૉલેટ અને વૉર્ડ વિઝાર્ડ ઇનૉવેશન્સ એન્ડ મૉલિલિટી જેવી ટુવ્હિલર નિર્માતા કંપનીઓ તમને હૉલ નંબર 4માં જોવા મળશે.
બીવાઇડી અને મેટાએ પોતાના માટે હૉલ નંબર 5ને રિઝર્વ કરાવ્યુ છે.
ટૉક મૉટરના વાહનો તમને હૉલ નંબર 6માં જોવા મળશે.
કિયા મૉટર્સ હૉલ નંબર 7માં તમને વાહનોની સાથે અવેલેબલ થશે.
મૉટોવૉલ્ટ મોબિલિટી, મેટર મૉટરવર્ક્સ, ગોદાવરી ઇલેક્ટ્રિક મોબિલિટી અને એમટીએ ઇ-મોબિલિટીના વાહનો તમને હૉલ નંબર 8માં જોવા મળશે.
મારુતિ સુઝુકી પોતાની નવી કારોની સાથે હૉલ નંબર 9માં અવેલેબલ થશે.
ટૉયોટા અને લેક્સસે પોતાના માટે હૉલ નંબર 10 ને બુક કરાવ્યુ છે.
ગ્રીવ્ઝ કૉટન, ઓમેગા શૈકી, હક્સલ મૉટર્સ, જ્યૂપિટર ઇલેક્ટ્રિક મોબિલિટી અને વીઆઇસીવીના વાહનો તમને હૉલ નંબર 11માં જોવા મળશે.
જેબીએમ, એશકો લીલેન્ડ, અતુલ ઓટો, સન મોબિલિટી અને એસએમએલ-ઇસુજુ પોતાના વાહનોની સાથે હૉલ નંબર 12માં અવેલેબલ રહેશે.
ટાટા મૉટર્સ પોતાની કારોની સાથે હૉલ નંબર 14માં દેખાશે.
એમજી મૉટર્સ ઇન્ડિયા અને કમિન્સ આ શૉમાં હૉલ નંબર 15માં જોવા મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)