Car Soon: 11 ઓક્ટોબરે ચીની કંપની ભારતમાં લૉન્ચ કરશે આ શાનદાર ઇલેક્ટ્રિક SUV, જાણો શું છે કિંમત ને ફિચર્સ.....
આ કાર દેશમાં આગામી મહિને એટલે કે 11 ઓક્ટોબરે લૉન્ચ થશે. આની ડિલીવરી નવા વર્ષની શરૂઆતથી કરવામાં આવશે.
BYD ATTO 3 Launch Date: દેશમાં જલદી જ એક નવી ઇલેક્ટ્રિક કારની એન્ટ્રી થવા જઇ રહી છે. આ નવી કાર Byd Atto 3 હશે, જેને ચીનની એક કાર નિર્માતા કંપની BYD (બિલ્ડ યૉર ડ્રીમ્સ) એ બનાવી છે. આ કાર દેશમાં આગામી મહિને એટલે કે 11 ઓક્ટોબરે લૉન્ચ થશે. આની ડિલીવરી નવા વર્ષની શરૂઆતથી કરવામાં આવશે. તો જાણો આ નવી ઇલેક્ટ્રિક કારમાં શું છે ખાસ.......
કેટલી હશે રેન્જ -
આ નવી ઇલેક્ટ્રિક કારમાં 49.92 kwh ક્ષમતાની બ્લેડ બેટરી પેક મળી શકે છે. આ કાર 345 કિલોમીટરની રેન્જમાં સક્ષમ છે. સાથે જ આને 60.49 kwhની મોટી બેટરીની સાથે ઉતારવામાં આવી શકે છે, જે 420 કિલોમીટરની રેન્જન આપવામાં સમર્થ હશે.
પાવર અને સ્પીડ -
Byd Atto 3માં એક પરમેનન્ટ મેગનેટ સિન્ક્રૉનસ મૉટરનો ઉપયોગ કરવામાં આવશે. આ મૉટર 201 bhpની મેક્સીમમ પાવર અને 310 ન્યૂટન મીટરનો પીક ટૉર્ક પ્રૉડ્યૂસર કરી શકે છે. આ કાર 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ માત્ર 7.3 સેકન્ડમાં પ્રાપ્ત કરવામાં સક્ષમ છે.
ફિચર્સ -
Byd Atto 3 ઇલેક્ટ્રિક કારમાં એક ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, પેનોરમિક સનરૂફ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેનો સપોર્ટ, એલઇડી લાઇટિંગ સિસ્ટમ, 12.8-ઇંચની રૉટેટિંગ ટચસ્ક્રીન ઇન્ફૉટેન્ટમેન્ટ સિસ્ટમ અને હીટેડ સીટ્સ સહિત કેટલાય અન્ય ફિચર્સ પણ સામેલ હશે. વળી, આમાં સુરક્ષા ફિચર્સ તરીકે ટ્રેક્શન સિસ્ટમ (tcs), હિલ ડિસેન્ટ કન્ટ્રૉલ (hdc), 7 એરબેગ, adas, 360- ડિગ્રી કેમેરા, ઇલેક્ટ્રૉનિક સ્ટેબિલિટી પ્રૉગ્રામ (esp), ટાયર પ્રેશર મૉનિટરિંગ સિસ્ટમ (tpms) આપવામાં આવશે.
ડાયમેન્શન -
Byd Atto 3ને કંપની પોતાની ચેન્નાઇ સ્થિત શ્રીપેરુબુદુર પ્લાનમાં એસેમ્બલ કરશે. આ કારમાં 440 લીટરની બૂટ સ્પેસ મળશે, આ એસયુવીની લંબાઇ 4,455 મિલીમીટર, પહોળાઇ 1,875 મિલીમીટર, ઉંચાઇ 1,615 મિલીમીટ હશે. આ કારના વ્હીલબેઝની લંબાઇ 2,720 મિલીમટર છે.
કિંમત -
આ નવી ઇલેક્ટ્રિક કારની એક્સ શૉરૂમ કિંમત 30 લાખ રૂપિયાથી 35 લાખ રૂપિયાની વચ્ચે હોવાની સંભાવના છે. આ કાર દેશમાં mg zs ev se ટક્કર આપશે. કંપનીએ કેટલાક સમય પહેલા જ ભારતમાં પોતાનો પહેલો શૉ રૂમ દિલ્હીમાં ખોલ્યો હતો. જ્યારે આવનારા સમયમાં નૉઇડા અને મુંબઇમાં કંપનીનો વિસ્તાર થઇ શકે છે.