શોધખોળ કરો

Electric Motorcycle: આ ઈલેક્ટ્રિક બાઇક scorpio કરતા પણ મોંઘી છે, તેની કિંમત જાણીને તમે વિશ્વાસ નહીં કરો

Renault Electric Motorcycle Launched: રેનોએ એવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ દુનિયા સમક્ષ રજૂ કરી છે, જે એક ચાર્જમાં 110 કિલોમીટરની રેન્જ આપશે. પરંતુ આ ઈવીની કિંમત સ્કોર્પિયો કરતા ઘણી વધારે છે.

Renault Electric Motorcycle: રેનોએ પેરિસ મોટર શોમાં 4 ઇ-ટેક ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે. માત્ર રેનોની ઈલેક્ટ્રિક કાર જ નહીં પરંતુ અન્ય પ્રોડક્ટ્સે પણ ઓટો ઈન્ડસ્ટ્રીનું ધ્યાન ખેંચ્યું છે. આ મોટર શોમાં, રેનોએ હેરિટેજ સ્પિરિટ સ્ક્રેમ્બલરનું પણ પ્રદર્શન કર્યું, જે એક ઇલેક્ટ્રિક મોટરસાઇકલ છે. આ EVની કિંમત 23,340 યુરો છે, જેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવામાં આવે તો લગભગ 21.2 લાખ રૂપિયા થાય છે. જ્યારે ભારતમાં ઉપલબ્ધ Mahindra Scorpio Nની કિંમત આ EV કરતાં ઓછી છે. સ્કોર્પિયોની એક્સ-શોરૂમ કિંમત 13.85 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 24.54 લાખ રૂપિયા સુધી જાય છે.

રેનો ઇલેક્ટ્રિક મોટરસાઇકલ
રેનો ઇલેક્ટ્રિક મોટરસાઇકલને ફ્રેન્ચ સ્ટાર્ટ-અપ કંપની એટેલિયર્સ હેરિટેજ બાઇક્સ દ્વારા બનાવવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક મોટરસાઇકલની કિંમત ભારતમાં ઉપલબ્ધ EV કરતાં ઘણી વધારે છે. પરંતુ આ બાઈકની ખાસ વાત એ છે કે આ બાઈક સંપૂર્ણપણે હાથથી બનાવવામાં આવી છે. આ બાઇકના માત્ર મર્યાદિત મોડલ જ બજારમાં લાવવામાં આવ્યા છે. કંપનીએ આ બાઇક માટે બુકિંગ પણ શરૂ કરી દીધું છે. જો તમે આજે આ બાઇક બુક કરાવો છો, તો આ EVની ડિલિવરી 2025ની વસંતઋતુમાં ઉપલબ્ધ થશે. રેનોએ આ મોટર શોમાં મિની-કારવાં, એક વિમાન અને પાણીનું વાહન પણ જાહેર કર્યું હતું.

Electric Motorcycle: આ ઈલેક્ટ્રિક બાઇક scorpio કરતા પણ મોંઘી છે, તેની કિંમત જાણીને તમે વિશ્વાસ નહીં કરો

Renault EV ના વેરિયન્ટ્સ
રેનો ઈલેક્ટ્રિક મોટરસાઈકલના બે વેરિઅન્ટ્સ ગ્લોબલ માર્કેટમાં આવ્યા છે - સ્ટાન્ડર્ડ અને 50 વર્ઝન. તેના 50 વર્ઝન મોડલની કિંમત 21.2 લાખ રૂપિયા છે. જ્યારે સ્ટાન્ડર્ડ મોડલની કિંમત 22.7 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપની દાવો કરે છે કે સ્ટાન્ડર્ડ મોડલની ટોપ-સ્પીડ 99 kmph છે જ્યારે 50 વર્ઝનની ટોપ-સ્પીડ 45 kmph હોવાનું કહેવાય છે.

ઇલેક્ટ્રિક બાઇક ડિઝાઇન
રેનો ઇલેક્ટ્રિક મોટરસાઇકલ એક નિયો-રેટ્રો સ્ક્રેમ્બલર છે. આ બાઇકમાં LED DRL ની સાથે LED હેડલાઇટ પણ લગાવવામાં આવી છે. આ બાઇકની સીટ સિંગલ પીસ રિબ્ડ ડિઝાઇન સાથે આવે છે. રેનોએ તેની બાઇકમાં ખૂબ જ મોટું હેન્ડલબાર આપ્યું છે, જેમાં ગોળાકાર બાર-એન્ડ મિરર્સ છે. બાઇકની ફ્યુઅલ ટેન્કમાં પરંપરાગત મોટરસાઇકલ જેવા તત્વો આપવામાં આવ્યા છે.

Electric Motorcycle: આ ઈલેક્ટ્રિક બાઇક scorpio કરતા પણ મોંઘી છે, તેની કિંમત જાણીને તમે વિશ્વાસ નહીં કરો

રેનો બાઇકની શક્તિ
આ રેનો મોટરસાઇકલમાં 4.8 kWhની બેટરી પેક છે. આ બાઇકમાં લાગેલ ઇલેક્ટ્રિક મોટર 10 bhpનો પીક પાવર અને 280 Nmનો પીક ટોર્ક આપે છે. કંપનીનો દાવો છે કે આ રેનો ઇલેક્ટ્રિક મોટરસાઇકલ સિંગલ ચાર્જિંગમાં 110 કિલોમીટરની રેન્જ આપે છે. 

આ પણ વાંચો : Tata Nexon EV હવે નવા અવતારમાં, કંપનીએ નવું રેડ ડાર્ક એડિશન કર્યું લોન્ચ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
પહેલી કાર ખરીદનારાઓ માટે બેસ્ટ ઓપ્શન,3.70 લાખમાં 33 km ની માઇલેજ આપે છે આ ગાડી
પહેલી કાર ખરીદનારાઓ માટે બેસ્ટ ઓપ્શન,3.70 લાખમાં 33 km ની માઇલેજ આપે છે આ ગાડી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી
ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget