Royal Enfield: રૉયલ એનફિલ્ડ હવે ઇલેક્ટ્રિક વર્ઝનમાં, ડિઝાઇન ક્રૂજર બાઇક જેવી ને કિંમતમાં સસ્તી, ટીજર રિલીઝ...
Royal Enfield Electric Motorcycle: આ ઇલેક્ટ્રિક મૉટરસાઇકલમાં બેટરી પેકનો ઉપયોગ ફ્રેમ તરીકે કરી શકાય છે, જેમાં બેટરી કવર અને મૉટર બંનેને આસપાસ ફીટ કરી શકાય છે

Royal Enfield Electric Motorcycle: રૉયલ એનફિલ્ડની બાઇક ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. હવે કંપની પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક મોટરસાઈકલનું પણ અનાવરણ કરવા જઈ રહી છે. આ અંગે રૉયલ એનફિલ્ડ દ્વારા પ્રથમ વખત તેની તારીખ જાહેર કરવામાં આવી છે. પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલનું ટીઝર શેર કરતી વખતે કંપનીએ કહ્યું છે કે આ ઇલેક્ટ્રિક બાઇક 4 નવેમ્બર, 2024ના રોજ લૉન્ચ કરવામાં આવશે.
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ટીઝરમાં સામે આવ્યું છે કે ઇલેક્ટ્રિક મૉટરસાઇકલ પેરાશૂટની મદદથી અવકાશમાંથી નીચે આવતી જોવા મળી રહી છે. આ સાથે, કંપનીએ તેના ઇલેક્ટ્રિક સેગમેન્ટ માટે એક નવું Instagram હેન્ડલ પણ લૉન્ચ કર્યું છે.
શું હોઇ શકે છે કિંમત ?
ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક મૉટરસાઇકલની કિંમત લગભગ 1 લાખ 50 હજાર રૂપિયા હોઈ શકે છે. આ સાથે તેની ડિઝાઇન, ફિચર્સ, રેન્જ અને કિંમત તેના ભવિષ્યનો નિર્ણય કરશે.
Royal Enfield Electric Bike To Debut On…
— MotorOctane (@MotorOctane) October 16, 2024
Royal Enfield makes waves on social media teasing its upcoming electric bike.
Likely to be called as Flying Flea, the bike will make its first appearance on 4th of November 2024 at EICMA Motor Show!
When will it launch in India? That’s… pic.twitter.com/Uv4M004HRI
પહેલા પણ લીક થઇ ચૂકી છે ઇલેક્ટ્રિક બાઇકની ડિઝાઇન -
Royal Enfield ઈલેક્ટ્રિક બાઈકની ડિઝાઈન પહેલેથી જ લીક થઈ ગઈ છે, જેમાં ક્લાસિકલી સ્ટાઈલવાળા બૉબરનું ફૉર્મ ફેક્ટર જોવા મળશે. આ ઈલેક્ટ્રિક મોટરસાઈકલમાં પિલિયન લઈ જવાની સુવિધા હશે અને તેની ચેસિસની ડિઝાઈન સંપૂર્ણપણે અનોખી હશે. તેની ડિઝાઇન હાર્લી-ડેવિડસનની ક્રુઝર મોટરસાઇકલ જેવી જ દેખાશે.
Royal Enfield’s first electric bike teased, launch on 4th November
— MotorBeam (@MotorBeam) October 15, 2024
Your thoughts? pic.twitter.com/MtArIF7p83
આ ઇલેક્ટ્રિક મૉટરસાઇકલમાં બેટરી પેકનો ઉપયોગ ફ્રેમ તરીકે કરી શકાય છે, જેમાં બેટરી કવર અને મૉટર બંનેને આસપાસ ફીટ કરી શકાય છે. આ હાર્લી-ડેવિડસનની ઇલેક્ટ્રિક બાઇક મેન્યૂફેક્ચરિંગ કંપની લાઇવવાયર તેના S2 મૉડલ સાથે જે કર્યું છે તેના જેવું જ હશે. બાઇકમાં જમણી બાજુ બેલ્ટ ડ્રાઇવ હોઈ શકે છે અને બંને બાજુ ડિસ્ક બ્રેક્સ ઉપલબ્ધ હશે. ઇલેક્ટ્રિક મૉટરસાઇકલનું મુખ્ય આકર્ષણ ફ્રન્ટ સસ્પેન્શન સેટઅપ છે, જ્યાં ગર્ડર ફૉર્ક્સ જોઇ શકાય છે. આ ઇલેક્ટ્રિક 01 કોન્સેપ્ટમાં જોવામાં આવ્યું છે.
આ પણ વાંચો
Cars Under 11 Lakh: Toyotaની આ નવી કાર 11લાખ રૂપિયામાં આવી છે , 31 ઓક્ટોબર સુધી જ ખરીદી શકશો આ કાર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
