શોધખોળ કરો

Toyota Sales Report June 2023: ગત મહીને ટોયોટાના વેચાણમાં થયો વધારો, કંપનીએ વેચી આટલી કાર 

કંપનીએ ગ્લાન્ઝા, અર્બન ક્રુઝર હાઇરાઇડર, ઇનોવા ક્રિસ્ટા, ઇનોવા હાઇક્રોસ, હિલક્સ, ફોર્ચ્યુનર, કૈમરી અને વેલફાયર જેવા મોડલને કારણે ભારતમાં વેચાણમાં વાર્ષિક 18.75 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

Toyota Kirloskar: ટોયોટા કિર્લોસ્કર મોટર્સે જૂન 2023 માટે તેના વાહનોના વેચાણનો અહેવાલ જાહેર કર્યો છે. કંપનીએ ગ્લાન્ઝા, અર્બન ક્રુઝર હાઇરાઇડર, ઇનોવા ક્રિસ્ટા, ઇનોવા હાઇક્રોસ, હિલક્સ, ફોર્ચ્યુનર, કૈમરી અને વેલફાયર જેવા મોડલને કારણે ભારતમાં વેચાણમાં વાર્ષિક 18.75 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.


ગત મહિને થયું હતું આટલુ વેચાણ 

ગયા મહિને કંપનીની કારનું વેચાણ વાર્ષિક ધોરણે વધીને 19,608 યુનિટ થયું હતું, જે જૂન 2022માં વેચાયેલા 16,515 યુનિટ કરતાં 3,096 યુનિટ્સ વધુ છે. આ આંકડો મે 2023માં વેચાયેલા 19,379 યુનિટ્સ કરતા 1.18 ટકા વધુ છે. Toyota Highrider અને Highcrossના કારણે વેચાણમાં તેજી જોવા મળી છે.

ત્રિમાસિક આધારે વેચાણમાં વધારો થયો છે

ટોયોટાએ 2023 ના બીજા ક્વાર્ટરમાં પણ વેચાણમાં 32.80 ટકાનો વધારો નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન કુલ વેચાણ વધીને 55,528 યુનિટ થયું છે, જે 2022ના બીજા ક્વાર્ટરમાં વેચાયેલા 41,813 યુનિટની સરખામણીએ 13,715 યુનિટ્સ વધારે છે. જ્યારે તે 2023 ના પ્રથમ ક્વાર્ટરમાં વેચાયેલા 46,665 યુનિટ્સ કરતા 18.99 ટકા વધુ છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. Toyota Highrider અને Highcross બંનેની ઊંચી માંગને કારણે વેચાણમાં વધારો થયો છે. આ વર્ષના પ્રથમ 6 મહિનામાં ટોયોટાનું વેચાણ 36.46 ટકા વધીને 1,02,371 યુનિટ થયું છે, જે 2022ના પ્રથમ 6 મહિનામાં વેચાયેલા 75,017 યુનિટ્સ કરતાં 27,354 યુનિટ વધુ છે.

અન્ય કારની માંગ પણ વધી છે

હાઈરાઈડર અને હાઈક્રોસ ઉપરાંત કૈમરી સેડાન, વેલફાયર અને ગ્લાન્ઝાની માંગમાં  પણ વધારો જોવા મળ્યો હતો. ગયા મહિનાના અંતમાં કંપનીએ માઈલ્ડ હાઈબ્રિડ ટેકનીકવાળી 2.8 લીટર ડિઝલ એન્જીનવાળી હિલક્સને  કેન્યામાં વર્લ્ડ રેલી ચેમ્પિયનશિપના 7મા રાઉન્ડમાં પ્રદર્શિત કરી હતી. ઉત્પાદન વધારવા માટે કંપનીએ બિદાદી પ્લાન્ટમાં ત્રીજી શિફ્ટ પણ શરૂ કરી છે, જેથી વેઈટિંગ સમય ઘટાડી શકાય. હાલમાં નોઇડા, ઇન્દોર અને ગાઝિયાબાદ જેવા શહેરોમાં ટોયોટા ઇનોવા હાઇક્રોસ માટે 8 મહિના સુધી વેઈટિંગ ચાલી રહ્યું છે.  જ્યારે પુણે અને કોઈમ્બતુર શહેરોમાં 4 મહિનાથી ઓછો સમય સુધી  રાહ જોવી પડે છે. તેવી જ રીતે અન્ય શહેરોમાં પણ લાંબો વેઇટિંગ પિરિયડ જોવા મળી રહ્યો છે. જૂન 2023 માં કંપનીએ ગ્રાહકો માટે સરળ નાણાકીય વિકલ્પો માટે મોનસૂન પેકેજ અને ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂશન સાથે ભાગીદારી કરી છે. ટોયોટા હવે દેશમાં 2024 વેલફાયર અને આલ્ફાર્ડ મીની વાન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. બંને મોડલ ટોયોટાના ગ્લોબલ TNGA પ્લેટફોર્મના GA-K વર્ઝન પર આધારિત છે અને વધુ પ્રીમિયમ, લક્ઝરી અને નવા હાઇબ્રિડ અને ટર્બોચાર્જ્ડ પાવરટ્રેન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
Embed widget