શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સેફ્ટી મામલે 5 સ્ટાર મેળવી ચુકેલી Tata Altroz ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
હાલમાં જ ગ્લોબલ ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ (Global NCAP) ક્રેશ ટેસ્ટમાં આ કારને સેફ્ટી માટે 5 સ્ટાર રેટિંગ મળી ચુક્યા છે. Altroz કારની સીધી ટક્કર હ્યુન્ડાઇ i20, બલેનો, ટોયોટા ગ્લેન્ઝા સાથે થશે.
નવી દિલ્હી: ટાટા મોટર્સે પોતાની પ્રીમિયમ હેચબેક ‘Altroz’ ભારતમાં લોન્ચ કરી દીધી છે. હાલમાં જ ગ્લોબલ ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ (Global NCAP) ક્રેશ ટેસ્ટમાં આ કારને સેફ્ટી માટે 5 સ્ટાર રેટિંગ મળી ચુક્યા છે. Altroz કારની સીધી ટક્કર હ્યુન્ડાઇ i20, બલેનો, ટોયોટા ગ્લેન્ઝા સાથે થશે.
ટાટા મોટર્સે આ નવી Altroz ને બે એન્જીન વિકલ્પમાં લોન્ચ કરી છે. જેમાં પેટ્રોલ વેરિઅન્ટની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 5.29 લાખ રૂપિયા અને ડીઝલ વેરિઅન્ટની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 6.99 લાખ રૂપિયા છે. આ કાર માટે 21 હજાર રૂપિયામાં બુકિંગ કરાવી શકાય છે.
અલ્ટ્રોઝમાં BS-6 નોર્મ્સવાળું 1.2 લિટર થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ 85 bhp પર 6000 rpm પાવર અને 113 Nm પર 3300 rpm પીક ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.
ડીઝલ વેરિઅન્ટમાં 1.5 લિટર ટર્બો ઇન્ટરકૂલ્ડ, ફોર સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ 90 bhp પર 4000 rpm પાવર અને 200 Nm પર 1250-3000 rpm પીક ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં XZ(O), XZ, XT, XM અને XE વેરિએન્ટ મળશે.
Altrozના સેફ્ટી અને ફીચર્સની વાત કરીએ તો તેમાં ડ્યૂળ ફ્રન્ટ એરબેગ્સ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD,કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ, સીટબેલ્ટ રિમાઈન્ડર, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને Isofix ચાઈલ્ડ સીટ એન્કરેજ ફીચર તમામ વેરિએન્ટમાં સ્ટેન્ડર્ડ મળશે. આ કાર ટાટા મોટર્સના ALFA આર્કિટેક્ચર પર આધારિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion