લોકોની આતુરતાનો આવ્યો અંત, ભારતમાં લોન્ચ થઈ Tata Altroz Racer, જાણો કિંમત અને ફિચર્સ
Tata Altroz Racer: કિંમતોની વાત કરીએ તો ટાટા અલ્ટ્રોઝ રેસરના R1 વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 9.49 લાખ રૂપિયા, R2 વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 10.49 લાખ રૂપિયા અને R3 વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 10.99 લાખ રૂપિયા છે.
Tata Altroz Racer Launched: ટાટા મોટર્સે આખરે ભારતમાં અલ્ટ્રોઝ ‘રેસર’નું લાંબા સમયથી રાહ જોવાતું સ્પોર્ટિયર વર્ઝન લોન્ચ કર્યું છે. આ પરફોર્મન્સ હેચબેક ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેની એક્સ-શોરૂમ કિંમત 9.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. Tata Motorsએ ભારતમાં નવી અલ્ટ્રોઝ રેસર લોન્ચ કરી છે. ટાટા અલ્ટ્રોઝ રેસરમાં કરવામાં આવેલા કોસ્મેટિક અપગ્રેડ્સમાં ડ્યુઅલ-ટોન પેઇન્ટ સ્કીમને કારણે બ્લેક-આઉટ બોનેટ અને રુફનો સમાવેશ થાય છે. કારના બોનેટ રૂફ અને બુટ પર વ્હાઈટ સ્ટ્રીપ છે. Tata Altroz રેસરમાં સૌથી મોટું અપડેટ તેનું નવું 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે જે Tata Nexon પાસેથી લેવામાં આવ્યું છે.
વેરિએન્ટ અને ડિઝાઇન
ટાટા અલ્ટ્રોઝ રેસરને ત્રણ કલર વિકલ્પો, એટોમિક ઓરેન્જ, એવેન્યુ વ્હાઇટ અને પ્યોર ગ્રેમાં R1, R2 અને R3 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. ડિઝાઇન વિશે વાત કરીએ તો, બ્લેક-આઉટ રૂફ અને બોનેટ સાથે ડ્યુઅલ-ટોન પેઇન્ટ સ્કીમ, હૂડ અને રુફ પર સફેદ પટ્ટાઓ, બ્લેક-આઉટ અલ્ટ્રોઝ બેજિંગ, ડાર્ક-થીમવાળા એલોય વ્હીલ્સ અને બોડી પર રેસર બેજ આ નવા વર્ઝન સ્ટાન્ડર્ડ અલ્ટ્રોઝથી અલગ બનાવે છે.
ઈન્ટરિયર અને ફિચર્સ
આ સ્પોર્ટી થીમ કારની અંદર પણ બ્લેક-આઉટ કેબિન અને એરકોન વેન્ટ્સ, સેન્ટર કન્સોલ અને સીટ અપહોલ્સ્ટ્રી પર રેડ એક્સેન્ટ સાથે આવે છે. ફિચર્સ વિશે વાત કરીએ તો, અલ્ટ્રોઝ રેસરમાં મોટી 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, 7-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટર સાથે 360-ડિગ્રી સરાઉન્ડ કેમેરા, એર પ્યુરિફાયર છે, એમ્બિયન્ટ લાઇટિંગ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ અને ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ સનરૂફ આપવામાં આવે છે.
એન્જિન
અલ્ટ્રોઝ રેસરને પાવરિંગ એ 1.2-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે જે ફક્ત 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. નેક્સનમાંથી લીધેલ આ એન્જિનને 118 bhp અને 170 Nm પીક ટોર્ક જનરેટ કરવા માટે ટ્યુન કરવામાં આવ્યું છે. આ સ્વરૂપમાં, અલ્ટ્રોઝ રેસર પરફોર્મન્સ હેચબેક સેગમેન્ટમાં Hyundai i20 N લાઇનને ટક્કર આપે છે.
કિંમત
કિંમતોની વાત કરીએ તો ટાટા અલ્ટ્રોઝ રેસરના R1 વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 9.49 લાખ રૂપિયા, R2 વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 10.49 લાખ રૂપિયા અને R3 વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 10.99 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો...