શોધખોળ કરો

Tata EV: આ દિવસે લોન્ચ કરશે ટાટા તેની નવી ઈલેક્ટ્રિક કાર, આ રહી સંપૂર્ણ વિગત

વર્તમાન Nexon EV માત્ર 9.14 સેકંડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે અને 127 bhp નો આઉટપુટ તથા 245  Nm ટોર્ક જનરેટ કરી શકે છે

ટાટા મોટર્સ આવતા અઠવાડિયે નવી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવા માટે તૈયાર છે. કાર નિર્માતાની EV વિંગે 6 એપ્રિલે તેની સત્તાવાર લોન્ચિંગ પહેલાં આગામી કારને ટીઝ કરી છે. જો કે ટાટાએ EV વિશે વિગતો જાહેર કરી નથી, તેમ છતાં તે ઉચ્ચ શ્રેણી સાથે Nexon EVનું ફેસલિફ્ટેડ વર્ઝન હોવાની અપેક્ષા છે. ટાટા અલ્ટ્રોઝ પ્રીમિયમ હેચબેકનું EV વર્ઝન પણ લોન્ચ કરે તેવી અપેક્ષા છે. જો કે, હજુ સુધી કોઈ ચોક્કસ લોન્ચ સમયરેખા નથી.

Tata Motors કથિત રીતે લોંગ રેન્જ Nexon EV તૈયાર કરી રહી છે. તે એક વિશાળ 40 kWh બેટરી પેક સાથે આવે તેવી અપેક્ષા છે. અહેવાલો અનુસાર, નવી Tata Nexon EV સિંગલ ચાર્જ પર 400 કિલોમીટરથી વધુની વધુ સારી રેન્જ આપી શકે છે. Nexon EV હાલમાં 30.2 kWh બેટરી અને 312 km રેન્જ સાથે વેચાણ પર છે જે ARAI દ્વારા પ્રમાણિત છે. લાંબી રેન્જ ઉપરાંત, નવી Nexon EV થોડા અપગ્રેડ પણ ઓફર કરી શકે છે, જેમાં નવા એલોય વ્હીલ્સ, નવી અપહોલ્સ્ટરી અને અપગ્રેડેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ચાર ડિસ્ક બ્રેક્સ શામેલ હોઈ શકે છે.

કેટલા સમયમાં થઈ શકે છે ચાર્જ

વર્તમાન Nexon EV માત્ર 9.14 સેકંડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે અને 127 bhp નો આઉટપુટ તથા 245  Nm ટોર્ક જનરેટ કરી શકે છે. DC ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને, Tata Nexon EV ને એક કલાકની અંદર 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. જો કે, નિયમિત હોમ ચાર્જરનો ઉપયોગ કરતી વખતે 10 ટકાથી 90 ટકા સુધી ભરવામાં 8.30 કલાક જેટલો સમય લાગે છે. ભારતમાં ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં કાર નિર્માતાની પ્રભાવશાળી વૃદ્ધિ પાછળ Tata Nexon EV મુખ્ય પરિબળ છે.

ટાટા મોટર્સે ફેબ્રુઆરીમાં કેટલી ઈલેક્ટ્રિક કારનું કર્યુ વેચાણ

ટાટા મોટર્સે ફેબ્રુઆરીમાં 2,250 ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું હતું. તેનો બજાર હિસ્સો 96 ટકાથી વધુ છે, જે મોટે ભાગે નેક્સોન ઈવીની સફળતાને આભારી છે. આ વર્ષે જાન્યુઆરીમાં, કાર નિર્માતાએ જાહેરાત કરી હતી કે તેણે બે વર્ષ પહેલા લોન્ચ કર્યા પછી ભારતમાં Nexon EV ના 13,500 થી વધુ યુનિટ વેચ્યા છે. ટાટા મોટર્સે તાજેતરમાં Nexon EV નું ડાર્ક વર્ઝન લોન્ચ કર્યું છે, જેને Nexon Dark કહેવામાં આવે છે. ડાર્ક એડિશન સિવાય, જેમાં બે ટ્રિમ છે, નેક્સોન EV ભારતમાં અન્ય ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત

Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Hathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદનAhmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Embed widget