Tata Sierra Booking: ટાટા સીએરા નો 24 કલાકમાં 70,000 બુકિંગનો રેકોર્ડ! ક્રેટા અને મારુતિનું ટેન્શન વધ્યું, જુઓ ફીચર્સ
Tata Motors નો ધમાકો: 3 પાવરફુલ એન્જિન અને હાઈ-ટેક ફીચર્સ સાથે લોન્ચ, પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ માટે ગ્રાહકોની લાંબી લાઈન.

Tata Sierra powertrain details: ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં Tata Motors એ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. કંપનીની બહુપ્રતિક્ષિત SUV 'ટાટા સીએરા' (Tata Sierra) ના લોન્ચિંગ સાથે જ ગ્રાહકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. બુકિંગ શરૂ થયાના માત્ર 24 કલાકની અંદર જ 70,000 થી વધુ Car Booking નોંધાતા નવો કીર્તિમાન સ્થપાયો છે. આ આધુનિક કાર માર્કેટમાં Hyundai Creta અને નવી Maruti Suzuki Victoris જેવી પ્રસ્થાપિત કારોને જોરદાર ટક્કર આપવા સજ્જ છે.
લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે Tata Sierra એ માર્કેટમાં પગ મુકતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. ટાટા મોટર્સે આ આઈકોનિક કારને નવા અવતારમાં રજૂ કરી છે, જેને લઈને ગ્રાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. માત્ર એક જ દિવસમાં 70,000 થી વધુ બુકિંગ મળવું એ દર્શાવે છે કે આ કાર આવનારા સમયમાં Compact SUV Segment માં રાજ કરશે. આટલા જંગી બુકિંગને કારણે હવે નવું બુકિંગ કરાવનારા ગ્રાહકોને લાંબા Waiting Period નો સામનો કરવો પડી શકે છે.
દમદાર એન્જિન અને પાવરટ્રેન (Engine & Powertrain) ટાટા સીએરાને પાવરફુલ બનાવવા માટે કંપનીએ ત્રણ શાનદાર એન્જિન વિકલ્પો આપ્યા છે. જેમાં 1.5-લિટર ક્રાયોજેટ Diesel Engine, 1.5-લિટર TGDi હાઇપરિયન Petrol Engine અને 1.5-લિટર NA રેવોટ્રોન પેટ્રોલ એન્જિનનો સમાવેશ થાય છે. ખાસ કરીને પેટ્રોલ એન્જિનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ટર્બો પેટ્રોલ એન્જિનને નવા Torque Converter Gearbox સાથે જોડવામાં આવ્યું છે, જ્યારે નેચરલી એસ્પિરેટેડ (NA) એન્જિનમાં DCA Automatic Gearbox ની સુવિધા મળે છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આ કારમાં AWD (All-Wheel Drive) ક્ષમતા પણ ઉમેરવામાં આવી શકે છે, જે ઓફ-રોડિંગના શોખીનો માટે ખુશીના સમાચાર છે.
આધુનિક ફીચર્સ અને કોમ્પિટિશન (Features & Competition) નવી સીએરા સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર આધારિત છે. ફીચર્સની વાત કરીએ તો, કંપનીએ તેમાં મુસાફરો માટે એડિશનલ Touchscreen જેવી લક્ઝરી સુવિધાઓ આપી છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે. ભારતીય બજારમાં આ New Car નો સીધો મુકાબલો Hyundai Creta અને મારુતિની અપકમિંગ Maruti Suzuki Victoris સાથે થશે.
વિશ્લેષકોનું માનવું છે કે સીએરાનું પેટ્રોલ વર્ઝન સૌથી વધુ Best Selling બની શકે છે, જોકે ડીઝલ એન્જિનનો ચાહક વર્ગ પણ મોટો હોવાથી તેના વેચાણના આંકડા પણ ઊંચા રહેશે. Tata Sierra ની સફળતાએ સાબિત કર્યું છે કે ગ્રાહકો હવે સેફ્ટી અને ટેકનોલોજીના કોમ્બિનેશનને વધુ પસંદ કરી રહ્યા છે.





















