શોધખોળ કરો

80 હજાર રૂપિયામાં મળશે 170 કિમીની રેન્જ, નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારમાં થયું લોન્ચ

iVoomi X ZE Launched in India: iVoomiએ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્ડિયન માર્કેટમાં લૉન્ચ કર્યું છે. આ સ્કૂટર એક વખત ચાર્જિંગમાં 170 કિલોમીટરની રેન્જ આપે છે અને તે બજેટ ફ્રેન્ડલી સ્કૂટર પણ છે.

iVoomi X ZE Electric Scooter: iVoomiએ ઇન્ડિયન માર્કેટમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યું છે. iVoomiનું JeetX ZE ઇન્ડિયન માર્કેટમાં ત્રણ બેટરી પેક સાઈઝમાં લન્ચ થયું છે. કંપનીએ દાવો કર્યો છે કે, ઇલેક્ટ્રિક સ્કૂટર એક વખતના ચાર્જિંગમાં 170 કિલોમીટરની રેન્જ આપશે. iVoomi JeetXનું બુકિંગ 10મી મેથી શરૂ થઈ રહ્યું છે. કંપનીએ હજુ સુધી આ સ્કૂટરની ડિલિવરી તારીખ વિશે કોઈ જાણકારી આપી નથી. જોકે આ સ્કૂટરના લોન્ચ સાથે જ લોકો માટે બજેટ ફ્રેન્ડલી ઈ સ્કૂટરનો બીજો વિકલ્પ બજારમાં આવી ગયો છે.

iVoomiનું કહેવું છે કે આ નવું સ્કૂટર બનાવવામાં 18 મહિનાનો સમય લાગ્યો છે અને એક લાખ કિલોમીટરથી વધુનું ચલાવીને આ સ્કૂટરનું ટેસ્ટ કરવામાં આવ્યું છે. અગાઉ, કંપનીએ ભારતીય બજારમાં JeetX લોન્ચ કર્યું હતું, જે હજુ પણ બજારમાં વેચાઈ રહ્યું છે. JeetX ત્રણ વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ સ્કૂટરે લગભગ 10 મિલિયન કિલોમીટરનું અંતર કાપ્યું છે.

આ સ્કૂટર 8 વેરિઅન્ટમાં આવશે

iVoomi JeetX ZE આઠ કલર વેરિઅન્ટ સાથે બજારમાં આવ્યું છે. જે નાર્ડો ગ્રે, ઈમ્પિરિયલ રેડ, અર્બન ગ્રીન, પર્લ રોઝ, પ્રીમિયમ ગોલ્ડ, સેરુલિયન બ્લુ, મોર્નિંગ સિલ્વર અને શેડો બ્રાઉનમાં ઉપલબ્દ હશે. આ સ્કૂટર 1,350 mmના વ્હીલ બેઝ સાથે આવે છે. આ ઈ સ્કૂટરની લંબાઈ 760 mm અને સીટની ઊંચાઈ 770 mm છે, જેથી દરેક વ્યક્તિ આ સ્કૂટરને સરળતાથી ચલાવી શકે. આ સ્કૂટરમાં ફૂટ સ્પેસ અને બૂટ સ્પેસ બંને વધુ આપવામાં આવી છે.

આ ફીચર્સ મળશે

iVoomiનું ઇલેક્ટ્રિક સ્કૂટર એવી એપ્લિકેશન સાથે આવી રહ્યું છે જેને બ્લૂટૂથ ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકાય છે. આના દ્વારા ડિસ્ટન્સ ટુ ઈમ્પ્ટી, ટર્ન બાય ટર્ન નેવિગેશન સિસ્ટમ, કોલ અને એસએમએસ એલર્ટ પણ સ્ક્રીન પર જોઈ શકાશે. આ સિવાય Jio ફેસિંગ ઓફર પણ આપવામાં આવી રહી છે.

iVoomi JeetX ZE ઇલેક્ટ્રિક સ્કૂટર ત્રણ બેટરી પેક સાઈઝ સાથે બજારમાં આવી ગયું છે. તેમાં 2.1 kWh, 2.5 kWh અને 3 kWhના ત્રણ બેટરી પેક વિકલ્પો છે. તેમાં લગાવવામાં આવેલ ઇલેક્ટ્રિક મોટર મહત્તમ 9.38 bhp પાવર પ્રદાન કરે છે. આ સ્કૂટરનું બેટરી પેક મોટર કરતાં લગભગ 20 ટકા હલકું છે. કંપનીએ તેના ઉત્પાદનમાં કૂલિંગ સિસ્ટમમાં સુધારો કર્યો છે, જેનાથી આ સ્કૂટર 2.4 ગણું વધુ અસરકારક બન્યું છે.

કિંમત

iVoomi JeetX ZE એ બજેટ ફ્રેંડલી ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત 79,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્કૂટર 80 હજાર રૂપિયાની રેન્જમાં એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સ્કૂટર સિંગલ ચાર્જિંગમાં 170 કિલોમીટરની રેન્જ આપવામાં સક્ષમ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget