શોધખોળ કરો

Toyota 7-Seater SUV: ટોયોટા લાવશે 7-સીટર હાઈબ્રિડ એસયૂવી, અર્બન ક્રૂઝર હાઈરાઈડર પર બેસ્ડ હશે 

નવી Hyrider અને ઇનોવા Hycross માટે સારો પ્રતિસાદ મળ્યા બાદ, Toyota હવે ન્યૂ જનરેશન ફોર્ચ્યુનર અને ફ્રન્ટ-આધારિત સબ-4 મીટર SUV સહિત અનેક નવી SUV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

Upcoming Toyota SUVs: નવી Hyrider અને ઇનોવા Hycross માટે સારો પ્રતિસાદ મળ્યા બાદ, Toyota હવે ન્યૂ જનરેશન ફોર્ચ્યુનર અને ફ્રન્ટ-આધારિત સબ-4 મીટર SUV સહિત અનેક નવી SUV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની 3 નવી 7-સીટર SUV રજૂ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં Hycross પ્લેટફોર્મ પર આધારિત નવી SUVનો સમાવેશ થશે. પહેલું મૉડલ અર્બન ક્રૂઝર હાઇરાઇડરનું 7-સીટર વર્ઝન હશે, જે 2025માં ભારતીય બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.

મારુતિ પણ 7-સીટર SUV લાવશે

7-સીટર ટોયોટા હાઇબ્રિડની જેમ, મારુતિ સુઝુકી પણ 2025માં ગ્રાન્ડ વિટારા એસયુવીનું 7-સીટર વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ 3-રો હાઇબ્રિડ SUV હ્યુન્ડાઇ અલ્કાઝાર, ટાટા સફારી, મહિન્દ્રા XUV700 અને MG હેક્ટર પ્લસ જેવી કાર સાથે સ્પર્ધા કરશે. નવી 3-રો SUVનું ઉત્પાદન હરિયાણામાં મારુતિ સુઝુકીના નવા પ્લાન્ટમાં કરવામાં આવશે, જે 2025માં કામગીરી શરૂ કરશે.

મારુતિ ઉત્પાદન કરશે

મારુતિ સુઝુકી દ્વારા ટોયોટાને 7 સીટર ટોયોટા હાઇરાઇડરનું ઉત્પાદન અને સપ્લાય કરવામાં આવશે. જ્યારે ટોયોટા વર્તમાન ગ્રાન્ડ વિટારા અને હાઇડ્રેડર બંને મારુતિ સુઝુકીને સપ્લાય કરે છે. આ મોડલ્સનું ઉત્પાદન ચેન્નાઈમાં ટોયોટાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કરવામાં આવે છે. આ SUV સુઝુકીના વૈશ્વિક સી-પ્લેટફોર્મ પર આધારિત છે, જેના પર મારુતિ સુઝુકી બ્રેઝા પણ આધારિત છે.

પાવરટ્રેન

નવી 3-રો Hyrider હાલના 5-સીટર મોડલની જેમ જ એન્જિન સેટ સાથે ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે. SUVને ટોયોટા-સોર્સ્ડ 1.5-લિટર 3-સિલિન્ડર NA પેટ્રોલ એન્જિન અને 78bhp-141Nm રેટેડ ઇલેક્ટ્રિક મોટરનો સમાવેશ કરતી મજબૂત હાઇબ્રિડ પાવરટ્રેન પણ મળશે. આ પાવરટ્રેન eCVT ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલી છે, જે મહત્તમ 114bhp પાવર જનરેટ કરે છે.

એન્જિનનો બીજો વિકલ્પ માઈલ્ડ-હાઇબ્રિડ યુનિટ છે જેમાં 102bhp, 1.5L K15C NA પેટ્રોલ એન્જિન ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલું છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ છે. આ SUV ફ્રન્ટ-વ્હીલ અને ઓલ-વ્હીલ-ડ્રાઈવ બંને કન્ફિગરેશનમાં ઓફર કરવામાં આવશે. એવી અપેક્ષા છે કે આ બંને પાવરટ્રેન 3-રો SUV માટે નબળી હોઈ શકે છે. તેથી, ટોયોટા 2.0L મજબૂત હાઇબ્રિડ પાવરટ્રેનનો વિકલ્પ પણ ઓફર કરી શકે છે જે ઇનોવા હાઇક્રોસને શક્તિ આપે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget