(Source: ECI/ABP News/ABP Majha)
Vehicle Number Plate: હવે કારની નંબર પ્લેટ વાહન કરતાં પણ મોંઘી થઈ ગઈ છે! જાણો કેટલામાં ઘરે લાવશો SUV
Car Number Plate More Expensive: લોકો પોતાના વાહન માટે VIP નંબર મેળવવા માંગે છે. પરંતુ આ નંબર મેળવવો એટલો મોંઘો થઈ ગયો છે કે તમે આ કિંમતમાં નવી SUV પણ ખરીદી શકો છો.
Vehicle Number Plate: ઘણા લોકો કાર ખરીદવાનું સપનું જોતા હોય છે. જ્યારે આ સપનું પૂરું થાય છે, ત્યારે કારની નંબર પ્લેટ લોકો માટે વધુ ખાસ બની જાય છે. લોકો તેમની નવી કાર માટે એવો નંબર મેળવવા માંગે છે જે દરેકનું ધ્યાન તેમની કાર તરફ ખેંચે. તે જ સમયે, કેટલાક લોકો VIP નંબર પણ શોધી રહ્યા છે. પરંતુ હવે કારનો નંબર મેળવવો એટલો મોંઘો થઈ ગયો છે કે તમે કારની નંબર પ્લેટની કિંમતમાં નવી SUV પણ ખરીદી શકો છો.
કાર માટે VIP નંબર મેળવવો મોંઘો થઈ ગયો છે
જો તમે તમારી કાર માટે VIP નંબર લેવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારા ખિસ્સામાં વધુ પૈસા હોવા જરૂરી છે. મહારાષ્ટ્ર સરકારે વાહનો માટે VIP નંબરની નોંધણી ફીમાં વધારો કર્યો છે. નવા નિયમો અનુસાર, તમે પસંદ કરેલા આ ખાસ નંબરની કિંમત 18 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. જો આપણે તેના પર નજર કરીએ તો આ નંબર પ્લેટની કિંમતમાં શાનદાર એસયુવી ખરીદી શકાય છે.
વાહન માટે ખાસ નંબર મેળવવા માટે નવો નિયમ
રાજ્ય સરકારના નવા નિયમ અનુસાર, જો કોઈ ગ્રાહક VIP નંબર '0001' મેળવવા માંગે છે, જે લોકો માટે ખૂબ જ ખાસ નંબર છે, તો ગ્રાહકે તેના માટે 6 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ નવો નિયમ મહારાષ્ટ્રના એવા શહેરોમાં લાવવામાં આવ્યો છે જ્યાં ફોર-વ્હીલરની માંગ ઘણી વધારે છે. મહારાષ્ટ્રના આ શહેરોમાં મુંબઈ-પુણે જેવા મોટા વિસ્તારોના નામ સામેલ છે. આ નવા નિયમ અનુસાર, આ VIP નંબર સીરીઝની કિંમત 18 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.
રાજ્ય સરકારના પરિવહન વિભાગે આ નવા નિયમો અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે VIP નંબર '0001'ની કિંમતમાં 1 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે મહારાષ્ટ્રના ઉચ્ચ માંગવાળા શહેરોમાં વાહનોની નોંધણી ફી 3 લાખને બદલે 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિયમને મહારાષ્ટ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. એવામાં બીજા અન્ય રાજ્યમાં પણ આની કોઈ અસર જોવા મળશે કે કેમ તે સવાલ ઊભો થાય છે.