Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યો
રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો.. યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કરી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો.. જંગલેશ્વરના હુશેની ચોકમાં આ ઘટના બની. કુવાડવા રોડ પર રહેતા 35 વર્ષીય યુવકને જંગલેશ્વરમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જો કે યુવતીની સગાઈ નક્કી થઈ.. જેને લઈ યુવકે પ્રેમિકા પર છરીથી હુમલો કર્યો. યુવતીને છાતી, હાથ અને પગના ભાગે ઈજા થઈ.. હુમલા બાદ યુવકે પોતે પણ પેટમાં છરીના ત્રણ ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. યુવક અને યુવતી બંન્નેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. પોલીસની તપાસ મુજબ, પ્રેમિકાને સગાઇ ન કરવા ધમકી આપવાનું યુવકે ચાલુ કર્યું હતું. એટલું જ નહીં સગાઇ જ્યાં નક્કી થઇ એ યુવકના નંબર લઇ તેને પણ પ્રેમી ધમકાવતો હતો. ત્રણ દિવસ પહેલા જ આ મુદ્દે યુવક સામે ફરિયાદ થતા પોલીસે અટકાયત પણ કરી હતી..
















