શોધખોળ કરો

Discount Offer: હવે આ બાઇક અને સ્કૂટી 7000 રૂપિયામાં સસ્તી મળી રહી છે, જાણો શું છે કેશબેક ઓફર?

Yamaha Bike and Scooter: યામાહાએ FZ શ્રેણી, RayZR અને Fascino સ્કૂટી પર હજારો રૂપિયાના ડિસ્કાઉન્ટ અને કેશબેકની જાહેરાત કરી છે. આ સાથે આ વાહનોની ખરીદી પર ઓછા ડાઉન પેમેન્ટનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

Offers with Discounts Up to Rs 7,000 and Cashback : જો તમે નવી બાઇક અથવા સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તહેવારોની સિઝન તમારા માટે એક મોટી તક છે. યામાહા ઈન્ડિયાએ તેની લોકપ્રિય બાઈક અને સ્કૂટી મોડલ પર વિશેષ ઑફર્સની જાહેરાત કરી છે. આમાં તમને ડિસ્કાઉન્ટની સાથે કેશબેક પણ મળી રહ્યું છે. આ ઑફર Yamahaની FZ સિરીઝની બાઈક અને RayZR 125 Fi Hybrid અને Fascino 125 Fi Hybrid સ્કૂટર મૉડલ પર લાગુ છે.

FZ શ્રેણી પર 7,000રૂ સુધીનું કેશબેક
યામાહાની FZ સિરીઝની બાઈક ખરીદવા માટે તમારે ઓછામાં ઓછા 7,999 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ચૂકવવું પડશે. આ સિવાય તમને 7,000 રૂપિયા સુધીનું કેશબેક પણ મળશે. એફઝેડ સિરીઝની બાઈક પરની આ ઓફર ખૂબ જ આકર્ષક છે, ખાસ કરીને જેઓ ઓછા બજેટમાં સારી બાઇક ખરીદવા માંગે છે. FZ-X અને FZ-S Ver 4.0 DLX જેવા કેટલાક મોડલ આ ઑફરમાં સામેલ નથી. આ બાઈક પર તમને કોઈ ડિસ્કાઉન્ટ કે કેશબેક નહીં મળે. પરંતુ આ ઑફર્સ FZ શ્રેણીના અન્ય મોડલ પર લાગુ છે.

Discount Offer: હવે આ બાઇક અને સ્કૂટી 7000 રૂપિયામાં સસ્તી મળી રહી છે, જાણો શું છે કેશબેક ઓફર?

RayZR 125 Fi Hybrid પર 4000 રૂપિયા સુધીનું કેશબેક 
જો તમે સ્કૂટી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો યામાહાએ RayZR 125 Fi Hybrid અને Fascino 125 Fi Hybrid પર પણ શાનદાર ઑફર્સ આપી છે. આ બંને મોડલ પર તમારે માત્ર 2,999 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ચૂકવવું પડશે. આ સાથે તમે 4,000 રૂપિયા સુધીનું કેશબેક પણ મેળવી શકો છો. જોકે, RayZR Street Rally અને Aerox 155 જેવા સ્કૂટી મૉડલ આ ઑફરમાં સામેલ નથી. આના પર કોઈ ડિસ્કાઉન્ટ કે કેશબેક આપવામાં આવી રહ્યું નથી.

Discount Offer: હવે આ બાઇક અને સ્કૂટી 7000 રૂપિયામાં સસ્તી મળી રહી છે, જાણો શું છે કેશબેક ઓફર?
યામાહા FZ, RayZR અને Fascinoની કિંમતો
Yamaha FZ સિરીઝની બાઇકની કિંમત 1.16 લાખ રૂપિયાથી શરૂ કરીને 1.29 લાખ રૂપિયા છે. RayZRની કિંમત 85,030 રૂપિયાથી શરૂ થઈને 91,630 રૂપિયા છે. Yamaha Fascino ની કિંમત પણ એકદમ પોસાય છે. તેનું ડ્રમ વેરિઅન્ટ 79,990 રૂપિયામાં અને ડિસ્ક વેરિઅન્ટ 91,430 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ તમામ કિંમતો એક્સ-શોરૂમ છે, એટલે કે રોડ ટેક્સ અને અન્ય ચાર્જીસ અલગથી ભરવાના રહેશે.            

આ પણ વાંચો : Electric Vehicles: ઇલેક્ટ્રિક વાહન ખરીદવું થયુ વધુ સરળ, રૉડ ટેક્સ પર મળવા જઇ રહી છે મોટી છૂટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 

દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત

‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન

ABP Premium

વિડિઓઝ

Ranveer Allahbadia એ માંગી માફી, માતા-પિતાને લઈ કરી હતી અશ્લીલ મજાકNadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી

વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ

Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ

Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર

Embed widget