Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha:આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને ખાસ મંત્રો આપ્યા હતા

Pariksha Pe Charcha: પરીક્ષા પે ચર્ચા (PPC) ની આઠમી આવૃત્તિ આજે યોજાઈ રહી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને ખાસ મંત્રો આપ્યા હતા. પીએમએ વિદ્યાર્થીઓને કહ્યું કે પરીક્ષા માટે પોતાની જાતને તમારે તૈયારી કરવી પડશે, તમારા પર દબાણ છે.
#WATCH | 'Pariksha Pe Charcha' | PM Narendra Modi interacts with students at Sunder Nursery in Delhi.
— ANI (@ANI) February 10, 2025
While speaking to the students, PM Modi says, "... You have to focus your mind to know how to challenge yourself... A leader becomes a leader when he practices what he preaches… pic.twitter.com/wCf9zGG97j
વડાપ્રધાન મોદીએ ક્રિકેટનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ક્રિકેટ રમતી વખતે સ્ટેડિયમમાંથી અવાજ આવે છે. કોઈ કહે છે ફોર, કોઈ કહે છે સિક્સ. પરંતુ બેટ્સમેન શું કરે છે? તે બોલને જુએ છે. જો તે આ બધામાં સામેલ થઈ જાય કે દર્શકોએ કહ્યું છે કે મારે સિક્સ ફટકારવાની છે લગાવી દઉં તો તે આઉટ થઇ જશે. જેનો અર્થ એ છે કે તેને દબાણની કોઈ પરવા નથી. તેનું સંપૂર્ણ ધ્યાન બોલ પર છે.
#WATCH | 'Pariksha Pe Charcha' | PM Narendra Modi interacts with students at Sunder Nursery in Delhi.
— ANI (@ANI) February 10, 2025
While speaking to the students, PM Modi says, "Our society is such that low grades create a tense environment in the house... You have pressure but you have to prepare yourself… pic.twitter.com/wN9cYGoFAe
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે જો તમે પણ તે પ્રેશરને મનમાં ન લેતા તમારુ ધ્યાન આજે મે આટલો અભ્યાસ કરવાનું નક્કી કરી લીધું હતું છે અને જો તેઓ કરી લો છો તો તમે તે પ્રેશરમાંથી બહાર નીકળી શકશો.
#WATCH | 'Pariksha Pe Charcha' | PM Narendra Modi interacts with students at Sunder Nursery in Delhi.
— ANI (@ANI) February 10, 2025
While speaking to the students, PM Modi says, "Absence of illness does not mean we're healthy. Sleep is also dependent on nutrition... Medical science also focuses on sleep...… pic.twitter.com/ynMYKQ1qxR
દરેક વ્યક્તિએ ટાઇમ મેનેજમેન્ટ જરૂરી છે
પીએમએ વધુમાં કહ્યું કે દિવસમાં 24 કલાક હોય છે અને દરેકને ફક્ત 24 કલાક જ મળે છે. આ સમય દરમિયાન કેટલાક લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે અને કેટલાક પોતાનો સમય બગાડી રહ્યા છે. આનું એક જ કારણ છે – સમયને યોગ્ય રીતે મેનેજ ન કરવો. તેમને ખબર નથી કે તેમનો સમય કેવી રીતે વાપરવો. મારે સૌથી પહેલા વિચારવાનું છે કે મારા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો. તમારા ટાઇમ ટેબલને લખો અને તેને ફોલો કરો કે આ કાર્યો કાલે કરવાના છે અને બીજા દિવસે કામ પૂર્ણ થયું છે કે નહીં તે ચિહ્નિત કરો.
#WATCH | 'Pariksha Pe Charcha' | PM Narendra Modi interacts with students at Sunder Nursery in Delhi regarding the importance of millet and vegetables.
— ANI (@ANI) February 10, 2025
(Source: DD) pic.twitter.com/1GV80Va63g
અભ્યાસની સાથે આરામ કરવો પણ મહત્વપૂર્ણ છે
પીએમ મોદીએ કહ્યું કે અભ્યાસની સાથે થોડો આરામ કરવાની પણ જરૂર છે. આ માટે, માતાપિતાને સમજાવો કે આપણે રોબોટની જેમ જીવી શકતા નથી, આપણે માણસો છીએ. આપણે આપણા વિકાસ માટે અભ્યાસ કરીએ છીએ. શિશુ મંદિરમાં તમને વિચાર આવ્યો હશે કે હું શા માટે સખત મહેનત કરી રહ્યો છું. એટલા માટે હું કહું છું કે જો તમે બાળકોને ગ્રો કરી શકતા નથી. તેમને ખુલ્લું આકાશ જોઈએ છે. તમારે તમારી પસંદગીના કામ કરવા જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
