નોંધનીય છે કે જમીન પર હક્કના વિવાદને લઈ ખેડૂત અને પોલીસ વચ્ચે આ જ વર્ષે 1 એપ્રિલના રોજ અથડામણ થઈ હતી. જેમાં 10 ખેડૂતો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ અથડામણમાં પોલીસે 60 ખેડૂતોની અટકાયત કરી હતી.
2/4
ગોહિલએ દાવો કર્યો કે, આ ખેડૂતો અને તેમના પરિવાર તરફથી સહી કરેલા પત્રો ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યા છે. ભાવનગરના કલેક્ટર હર્ષદ પટેલે કહ્યું કે, ખેડૂતોએ આ પત્ર કલેક્ટરની રજિસ્ટ્રાર કચેરીમાં આપ્યા છે, જેમાં તેમણે ‘ઈચ્છા મૃત્યુ’ની મંજૂરી માગી છે.
3/4
સ્થાનિક ખેડૂત અને ગુજરાત ખેડૂત સમાજના સભ્ય નરેન્દ્ર સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 12 પ્રભાવિત ગામોના ખેડૂતો અને તેમના પરિવારોના સભ્યો સહિત કુલ 5,259 લોકોએ ઈચ્છા મૃત્યુની મંજૂરી માગી છે, કારણ કે જે જમીન પર તેઓ ખેતી કરતા હતા તેને રાજ્ય સરકાર અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ)એ જબરજસ્તીથી છીનવી લીધી છે.’
4/4
ભાવનગર: ભાવનગર જિલ્લામાં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા અધિગ્રહણ કરાયેલી જમીનના કબજાના વિરોધમાં સંઘર્ષ કરી રહેલા 5000થી વધુ લોકોએ તંત્રને પત્ર લખીને ઈચ્છા મૃત્યુની માંગણી માગી છે. ખેડૂતોના અધિકારો માટે સંઘર્ષ કરી રહેલા ખેડૂત સંગઠનના એક નેતાએ મંગળવારે આ દાવો કર્યો હતો. ભાવનગરના કલેક્ટર હર્ષદ પટેલે પણ તેની પુષ્ટિ કરી છે.