Budget 2025: આગામી સપ્તાહે રજૂ થશે 'નવું આવકવેરા બિલ', શું ફાયદા થશે ? જાણો
નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ (Budget 2025) રજૂ કર્યું. સંસદમાં બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી સીતારમણે મધ્યમ વર્ગના લોકોને મોટી ભેટ આપી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ (Budget 2025) રજૂ કર્યું. સંસદમાં બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી સીતારમણે મધ્યમ વર્ગના લોકોને મોટી ભેટ આપી. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો પર કોઈ ટેક્સ નહીં લાગે. તેનાથી ટેક્સ ભરનારા લગભગ 10 કરોડ લોકોને રાહત મળશે. આ સિવાય આવતા અઠવાડિયે 'નવું આવકવેરા બિલ' રજૂ કરવામાં આવશે.
નવા આવકવેરા બિલમાં શું હશે ?
'નવું આવકવેરા બિલ' બજેટ સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ એક 'નવો કાયદો' હશે અને ન કે 'હાલના કાયદામાં સુધારો. નવો આવકવેરા કાયદો લાવવાનો હેતુ વર્તમાન આવકવેરા અધિનિયમ, 1961ને સરળ, સ્પષ્ટ અને સમજી શકાય તેવો બનાવવાનો છે. કાયદા મંત્રાલય દ્વારા આ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે આગામી સપ્તાહે સંસદમાં રજૂ કરવામાં આવશે.
વર્તમાન કાયદાની સમીક્ષા કરવા માટે આવકવેરા વિભાગને 6,500 સૂચનો મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'નવા આવકવેરા બિલ'માં હાલના કાયદાની જોગવાઈઓ અને પ્રકરણોને ઘણી હદ સુધી ઘટાડવામાં આવશે. ઉપરાંત, જે જોગવાઈઓ પ્રચલિત નથી તે દૂર કરવામાં આવશે.
ફાયદા-
હાલમાં, આવકવેરા અધિનિયમ, 1961માં લગભગ 23 ચેપ્ટર અને 298 કલમો છે. નવા આવકવેરા બિલના અમલીકરણ સાથે-
- વિવાદ અને મુકદ્દમા ઓછા રહેશે.
- કાયદો સરળ ભાષામાં લખવામાં આવશે, જેથી સામાન્ય લોકો તેને સરળતાથી સમજી શકે.
- બિનજરૂરી અને અપ્રચલિત જોગવાઈઓ દૂર કરવામાં આવશે.
કરદાતાઓને ટેક્સની નિશ્ચિતતા મળશે.
- ટેક્સ વિવાદો ઓછા થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે હવે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. જ્યારે સ્ટાન્ડર્ડ ડિડક્શન 75000 રૂપિયા રાખવામાં આવ્યું છે. જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કરદાતાઓને રાહત
આ પહેલા બજેટ ભાષણમાં નાણામંત્રીએ ટેક્સમાં મોટી રાહતની જાહેરાત કરી હતી. આ જાહેરાત અનુસાર, 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારાઓએ નાણાકીય વર્ષ 2025-26થી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ સાથે સરકાર પગારદાર કર્મચારીઓને 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ આપશે. એટલે કે તેમની 12 લાખ 75 હજાર રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી હશે. સરકારનું કહેવું છે કે આવકવેરાની આ નવી જાહેરાતોથી મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજ ઓછો થશે. સરકારનું માનવું છે કે આ બોજ ઘટાડવાથી ખર્ચ, બચત અને રોકાણમાં વધારો થશે.
Budget 2025: ભારત સરકારે રક્ષા બજેટમાં કર્યો વધારો, જાણો ડિફેન્સને કેટલા રુપિયા ફાળવ્યા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
