શોધખોળ કરો
Advertisement
બજેટને લઇને રાહુલ ગાંધીએ કહ્યુ- બેરોજગારીનો કોઇ ઉકેલ કાઢવામાં આવ્યો નથી
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતની સામે આજે મુખ્ય મુદ્દો બેરોજગારી અને અર્થવ્યવસ્થાની હાલત છે.
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 160 મિનિટનું બજેટ ભાષણ આપ્યું છે. સરકાર અને તેના સહયોગીઓ બજેટની પ્રશંસા કરી રહ્યા છે તો વિપક્ષનું કહેવું છે કે આ બજેટમાં કાંઇ નવું નથી. કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બેરોજગારીનો કોઇ ઉકેલ કાઢવામાં આવ્યો નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતની સામે આજે મુખ્ય મુદ્દો બેરોજગારી અને અર્થવ્યવસ્થાની હાલત છે. જેના પર કોઇ કેન્દ્રિય રણનીતિ યોજના આ બજેટમાં નથી. ઇતિહાસમાં સૌથી લાંબું બજેટ હતું પરંતુ તેમાં કાંઇ નવું નથી.
કોગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટર પર બજેટને લઇને કહ્યુ કે, નિર્મલાજી પાંચ ટ્રિલિયન ઇકોનોમી જુમલો નીકળ્યો હતો. બજેટમાં રોજગાર શબ્દનો ઉલ્લેખ પણ કર્યો નથી. પાંચ નવા સ્માર્ટ સિટી બનાવીશું. છેલ્લા 100 સ્માર્ટ સિટીનો ઉલ્લેખ પણ નથી. ગરીબી રેખા નીચે જીવન જીવનારા લોકોની સંખ્યા કેવી રીતે ઘટી ગઇ.
આનંદ શર્માએ ટ્વિટ કરી કહ્યું કે, ખેડૂતોની આવક બે ગણી કરવાનો નાણામંત્રીનો દાવો પોકળ છે અને તથ્યાત્મક વાસ્તવિકતાથી અલગ છે. કૃષિ વિકાસ દર બે ટકા થઇ ગયો છે. આવક બે ગણી કરવા માટે કૃષિ વિકાસ દરને 11 ટકા રાખવો પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement