શોધખોળ કરો

આર્થિક સર્વે 2020માં આમ આદમીને મોટી રાહતના સંકેત, આવકવેરા સ્લેબમમાં થઈ શકે છે મોટા ફેરફાર, જાણો વિગતે

ટેક્સની વાત કરીએ તો હાલમાં 2.5 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. નોકરી કરતા લોકો માટે ઇન્કમ ટેક્સ સેક્શન 80C હેઠળ મળતી છૂટમાં પણ વધારો થઈ શકે છે.

નવી દિલ્હીઃ બજેટ પહેલા મધ્યમ વર્ગ માટે મોચા સાચાર છે. ઇકોનોમિક સર્વે 2020 સંસદમાં રજૂ થઈ ચૂક્યું છે. ઇકોનોમિક સર્વેમાં એ ઈશારો કરવામાં આવ્યો છે કે બજેટમાં ઇનકમ ટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે. આજે બજેટ 2020 રજૂ થવાનું છે. આ બજેટમાં ઇનકમ ટેક્સ સ્લેમાં રાહત મળવાની પૂરી સંભાવના છે. આર્થિક સર્વેમાં તેના તરફ સ્પષ્ટ ઈશારો કરવામાં આવ્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2019-2020 રજૂ કર્યું. આર્થિક સર્વેક્ષણમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે, સરકાર બજેટ 2020માં ટેક્સપેયર્સને ઇનકમ ટેક્સમાં મોટી રાહત આપી શકે છે. ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ વધારવા માટે પણ જાહેરાત થઈ શકે છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદથી જ ઇનકમ ટેક્સ સ્લેબમાં છૂટની માગ પણ સતત થઈ રહી છે. એક્સપર્ટ્સનું પણ માનવું છે કે, અર્થતંત્રમાં માગ અને વપરાશ વધારવા માટે ઇનકમ ટેક્સમાં છૂટ ખૂબ જ જરૂરી છે. ટેક્સપેયર્સને છૂટ આપીને માગ વધારી શકાય છે. ઇકોનોમિક સર્વેમાં ઈશારો મળે છે કે, સરકાર ઇનકમ ટેક્સને લઈને કંઈક મોટી જાહેરાત કરી શકે છે. જાણકારોનું માનીએ તો આ જાહેરાત ટેક્સ સ્લેબને લઈને થઈ શકે છે. સાથે જ સેક્શન 80સીની છૂટ મર્યાદામાં પણ વધારો થઈ શકે છે. ટેક્સની વાત કરીએ તો હાલમાં 2.5 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. જ્યારે અઢીથી પાંચ લાખની આવક પર પાંચ ટકા ટેક્સ લાગે છે. પાંચથી દસ લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગે છે. તેનાથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે. નિષ્ણાંતોનું માનીએ તો, પાંચ લાખ સુધીની આવક ઝીરો ટેક્સ થઈ શકે છે. પાંચથી દસ લાખ સુધીની આવક પર 20 ટકાના બદલે 10 ટકા, દસ લાખથી 20 લાખની આવક પર 20 ટકા અને 20 લાખથી વધારે આવક પર 30 ટકા ટેક્સ થવો જોઈએ. નોકરી કરતા લોકો માટે ઇન્કમ ટેક્સ સેક્શન 80C હેઠળ મળતી છૂટમાં પણ વધારો થઈ શકે છે. નોંધનીય છે કે, છેલ્લા છ વર્ષથી આ છૂટની મર્યાદામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. હાલના સમયમાં આ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, પીએફમાં ફાળો, બાળકોની ટ્યુશન ફી, હાઉસિંગ લોનની ચૂકવણી અને પીપીએફમાં ફાળો આ બધું 80C હેઠળ આવે છે. આટલી બધી વસ્તુઓને 80C હેઠળ લાવતા આ છૂટ ઓછી લાગે છે. સામાન્ય બજેટ 2020માં એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમમાં છૂટની મર્યાદા વધવાની આશા છે. હાલ 50 હજાર રૂપિયા સુધી રોકાણની ટેક્સ છૂટ મળે છે. આ છૂટ એક લાખ કરવાની માંગ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

RBI New Governor: RBIના નવા ગવર્નર બનશે સંજય મલ્હોત્રા, 11 ડિસેમ્બરથી ચાર્જ સંભાળશેVASECTOMY Scandal in Mehsana | મહેસાણા જિલ્લામાં નસબંધી ઓપરેશન કાંડમાં ખુલાસોLiquor party: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશBuilders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ!
રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ!
Year Ender 2024: વર્ષ 2024માં ભારતના આ 2 મંદિરો સૌથી વધુ ચર્ચામાં રહ્યા
Year Ender 2024: વર્ષ 2024માં ભારતના આ 2 મંદિરો સૌથી વધુ ચર્ચામાં રહ્યા
8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ
8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ
Embed widget