VASECTOMY Scandal in Mehsana | મહેસાણા જિલ્લામાં નસબંધી ઓપરેશન કાંડમાં ખુલાસો
મહેસાણા જિલ્લામાં નસબંધીના ઓપરેશન કરવાના ટાર્ગેટ મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારીના દાવા વચ્ચે કડવી વાસ્તવિકતાનો પર્દાફાશ થયો. કડી તાલુકા હેલ્થ અધિકારીની એક નોટિસ વાયરલ થઈ છે.. જેમાં નસબંધીના ઓપરેશન ન કરનાર કર્મચારીઓ પાસે ખુલાસો મંગાયો છે.. એટલુ જ નહીં. નોટિસમાં તેમની સામે ખાતાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના અપાય છે.. જો કે ત્યાર બાદ કડી તાલુકા હેલ્થ અધિકારી રજા પર ઉતરી ગયા છે. એબીપી અસ્મિતાની ટીમ ત્યાર પહોંચી ત્યારે કોઈ પણ અધિકારી હાજર ન હોતુ. બીજી તરફ કડી અર્બન વિસ્તારની અંદર પણ તપાસ શરૂ કરવામાં આવી છે.. કડીના અર્બન વિસ્તારનીઅંદર છેલ્લા એક વર્ષમાં થયેલા નસબંધીના ઓપરેશનના ડેટા એકઠા કરવામાં આવી રહ્યા છે..




















