Gujarat Budget 2023: બજેટ રજૂઆત પહેલાં અમિત ચાવડા અને ગેનીબેન ઠાકોરે શું કહ્યું ?
Gujarat Budget 2023: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ શાશક પક્ષનું આ પહેલુ અને નાણામંત્રીનું બીજુ બજેટ છે. આ વર્ષે બજેટમાં 18થી 20 ટકા જેટલો વધારો થવાની સંભાવના છે.
Gujarat Budget 2023: આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. રાજ્યના દરેક સમાજના લોકોની નજર આ બજેટ પર રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ શાશક પક્ષનું આ પહેલુ અને નાણામંત્રીનું બીજુ બજેટ છે. આ વર્ષે બજેટમાં 18થી 20 ટકા જેટલો વધારો થવાની સંભાવના છે.
બજેટ પહેલાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું, ચૂંટણીમાં મોટા વચનો આપ્યા હતા, 156 સીટો સાથે સરકાર બની છે, લોકોને આશા છે કે બજેટમાં ટેક્સમાં રાહત મળે. ખેડૂતોના દેવા માફ થાય અને રાહત મળે તેવું બજેટ હોય તેવી આશા છે. Gst અને અન્ય ટેક્સમાંથી નાના વ્યાપારીને રાહત મળે તેવુ બજેટ હોય. યુવાઓને રોજગારી મળે તેવા બજેટની આશા છે.
ગેનીબેન ઠાકોરે શું કહ્યું
આજે રજૂ થનારા બજેટ અંગે વિધાનસભામાં કોંગ્રેસના પ્રવકતા ગેનીબેન ઠાકોરે કહ્યું, ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે, મોંઘવારી વધારો થયો છે, વિદ્યાર્થી અને મહિલાની જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી થઈ છે.
156 સીટ સાથે જીત થઈ છે તેમાં મહિલાઓનો પણ હિસ્સો હશે, તેમને રાહત મળે તેવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ.
બજેટમાં શેના પર રહેશે નજર
આજે 15મી વિઘાનભાનું પ્રથમ બજેટ વિધાનસભાગૃહમાં રજૂ થશે. રાજ્યના નાણામંત્રી વિધાનસભામાં બીજીવાર બજેર રજૂ કરશે ત્યારે રાજ્યના ખેડૂતો, મહિલાઓ, યુવાનો માટે શું નિર્ણયો લેવામાં આવે તેની પર નજર રહેશે. આ બજેટમાં પ્રવાસન તેમજ ટુરીઝમ માટે વિશેષ બજેટ ફાળવવામાં આવી શકે છે. આ ઉપરાંત વિધાનસભામાં જંગી બહુમતી જીત મળ્યા બાદ લોકોની અપેક્ષા પણ આ બજેટ પર ઘણી છે. ગત વર્ષે રાજ્યનું બજેટ 2.27 કરોડનું હતું. આ વર્ષે બડેટમાં વધારો થવાની શક્યતાઓ છે. આ વર્ષનું બજેટ 2 લાખ અને 50 હજાર કરોડ કરતા પણ વધારે રહેવાની શક્યતા છે. સરકાર પાસેથી લોકોને શું રાહત મળશે તેના પર સૌની નજર રહેશે.
રાજ્યમાં અકસ્માતનો વણથંભ્યો સિલસિલો શરૂ જ છે. આજે વધુ એક અકસ્માતની ઘટના વડોદરાના અટલાદર પાદરા રોડ પર બની છે. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો હતો. આ અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા હતા જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા. આ તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.