Railway Budget 2023: રેલવે માટે 2.4 લાખ કરોડના બજેટની જાહેરાત, 2014ની તુલનામાં 9 ગણું વધારે
Railway Budget 2023: ગત રેલ બજેટની જાહેરાત દરમિયાન નાણામંત્રીએ રાષ્ટ્રીય રેલ યોજના 2030ની પણ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ રેલવેના વિકાસ માટે એક યોજના તૈયાર કરવામાં આવી હતી.
Railway Budget 2023: ગત રેલ બજેટની જાહેરાત દરમિયાન નાણામંત્રીએ રાષ્ટ્રીય રેલ યોજના 2030ની પણ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ રેલવેના વિકાસ માટે એક યોજના તૈયાર કરવામાં આવી હતી.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું. જેમાં રેલવે બજેટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારે એક વખત ફરી રેલવેનું બજેટ વધાર્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે,રેલવેને કુલ2.4 લાખ કરોડનું બજેટ ફળવાયું છે. જેમાં તમામ યોજના પર કામ કરાશે. આ અત્યાર સુધીનું રેલેવનું સૌથી મોટું બજેટ છે. વર્ષ 2013-14ની ની તુલનામાં આ બજેટની ફળવાયેલી રકમ 9 ગણી વધારે છે.
નાણા મંત્રીએ કહ્યું કે, રેલેવેમાં 100 નવી યોજનાની શરૂઆત થશે. આ સિવાય નવી યોજના માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. પ્રાઇવેટ સેક્ટરની મદદથી 100 યોજનાઓની ઓળખ થઈ ચૂકી છે. જેના પર આગળ પણ કામ કરવામાં આવશે.
ગત વર્ષે કેટલું હતું રેલ બજેટ?
ગયા વર્ષે એટલે કે, 2022માં કેન્દ્ર સરકાર દ્વારા રેલવે મંત્રાલયને કુલ 140367.13 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. સરકારે રેલવેના બજેટમાં વધારો કર્યો હોવાનું ગત બજેટમાં પણ જોવા મળ્યું હતું. ત્યારે રેલવે બજેટમાં 20 હજાર કરોડથી વધુનો વધારો થયો હતો. દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આગામી 3 વર્ષમાં નવીનતમ ટેકનિકથી સજ્જ 400 વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરવામાં આવશે.
જણાવી દઈએ કે ગત રેલ બજેટની જાહેરાત દરમિયાન નાણામંત્રીએ નેશનલ રેલ પ્લાન 2030ની પણ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ રેલવેના વિકાસ માટે એક યોજના તૈયાર કરવામાં આવી હતી. જેમાં રેલવેની સુવિધાઓને નવો રૂપ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે કેન્દ્રએ એક લાખ કરોડના રોકાણની વાત કરી હતી. ડિસેમ્બર 2023 સુધીમાં, બ્રોડગેજ રેલ્વેનું 100 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ થઈ જશે.
અલગથી રજૂ થતું હતું રેલવે બજેટ
રેલ બજેટ વિશે રસપ્રદ માહિતી એ છે કે, અગાઉ રેલ બજેટ અલગથી રજૂ કરવામાં આવતું હતું, એટલે કે તે સામાન્ય બજેટનો ભાગ નહોતું, પરંતુ વર્ષ 2017થી મોદી સરકારે આ પરંપરાનો અંત લાવીને રેલ બજેટને પણ સામાન્ય બજેટનો એક ભાગ બનાવી દીધો. ત્યારપછી સામાન્ય બજેટની સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું હતું કે નીતિ આયોગ દ્વારા સરકારને આવી સલાહ આપવામાં આવી હતી.