શોધખોળ કરો

Railway Budget 2023 : જાણો બજેટમાં રેલવેને લઈને શું શું જાહેરાત કરાઈ?

બજેટ ભાષણ દરમિયાન રેલવેનો ઉલ્લેખ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ વખતે રેલવેનું બજેટ વધારીને 2.4 લાખ કરોડ કરવામાં આવ્યું છે.

Railway Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત પાંચમી વખત સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ કહ્યું હતું કે, અમે સબકા પ્રયાસ દ્વારા નક્કર નીતિઓ બનાવી, જેના પરિણામે લોકોને ફાયદો થયો છે. આ દરમિયાન નાણામંત્રીએ રેલવે બજેટની પણ જાહેરાત કરી હતી. જાહેરાત કરતાની સાથે જ સીતારમણે કહ્યું હતું કે, આ વખતે રેલવેનું કુલ બજેટ 2.4 લાખ કરોડનું હશે. ચાલો જાણીએ આ 10 મોટી બાબતોમાં કે આ બજેટમાં રેલવેને લઈને કઈ મોટી જાહેરાતો કરવામાં આવી અને સામાન્ય માણસને શું મળ્યું.

બજેટ ભાષણ દરમિયાન રેલવેનો ઉલ્લેખ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ વખતે રેલવેનું બજેટ વધારીને 2.4 લાખ કરોડ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે એટલે કે 2022માં રેલ્વેનું કુલ બજેટ 140367.13 કરોડ રૂપિયા હતું.

નાણામંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2013-14ની સરખામણીમાં રેલવેનું આ બજેટ લગભગ 9 ગણું વધારે છે. રેલવે બજેટમાં આ મોટો વધારો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેના બજેટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

નાણામંત્રીએ કહ્યું કે રેલવેમાં 100 નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. ખાનગી ક્ષેત્રની મદદથી 100 યોજનાઓ ઓળખવામાં આવી છે. જેના પર આગળની કામગીરી કરવામાં આવશે.

રેલવેની નવી યોજનાઓ માટે 75 કરોડ રૂપિયાનું વધારાનું ફંડ આપવામાં આવ્યું છે. તે આવનારા નાણાકીય વર્ષમાં શરૂ થનારા નવા પ્રોજેક્ટ પર ખર્ચ કરવામાં આવશે.

આ વખતે બજેટમાં રેલવે બજેટમાં વધારો કરવા ઉપરાંત વધુ જાહેરાત કરવામાં આવી નથી. કારણ કે, રેલવેના ઘણા મહત્વના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. તેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, રેપિડ ટ્રેન, ચેનાબ નદી રેલવે બ્રિજ, બૈરબી-સાયરાંગ નવી લાઇન રેલવે પ્રોજેક્ટ વગેરેનો સમાવેશ થાય છે.

Budget 2023: મોદી સરકાર ધનિકો પર રિઝી, ઈન્કમ ટેક્સમાં સીધો 4 ટકાનો કર્યો ઘટાડો

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કર્યું. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પૂર્ણ બજેટ છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બજેટ મહતવ્નું માનવામાં આવે છે.  

કેટલી આવક લાગશે કેટલો ટેક્સ

જેમાં તમણે કહ્યું, નાણામંત્રીએ કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી છે અને એક દિવસમાં 72 લાખ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. કરદાતાની ફરિયાદ નિવારણમાં સુધારો થયો છે અને સામાન્ય IT રિટર્ન ફોર્મ્સ આવશે જે રિટર્ન ફાઇલિંગને સરળ બનાવશે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’ - જાણો કોણે કરી આ માંગ
Advertisement

વિડિઓઝ

Khambhat News: ખંભાત શહેરના PSI પી.ડી.રાઠોડ પર લાંચ માગવાનો આરોપ
Amreli Murder case: અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
Ahmedabad News: AMCની મોટી કાર્યવાહી, અખાદ્ય ખોરાક અને સ્વચ્છતા મુદ્દે સાત એકમોને કરાયા સીલ
Hun To Bolish : હું તો બોલીશ : હનીટ્રેપનો ખતરનાક ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : ડૂબ્યા શહેર અને ગામ, મપાયું કોનું પાણી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’ - જાણો કોણે કરી આ માંગ
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ! ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓને ધમરોળશે
આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ! ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓને ધમરોળશે
Rain Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી કયા જિલ્લામાં વરસશે ભારે વરસાદ, જાણો વેધર અપડેટ્સ
Rain Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી કયા જિલ્લામાં વરસશે ભારે વરસાદ, જાણો વેધર અપડેટ્સ
અમદાવાદમાં વરસાદનો કહેર: ગ્રામ્ય વિસ્તારોથી પોશ સોસાયટીઓ સુધી જળબંબાકાર, પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
અમદાવાદમાં વરસાદનો કહેર: ગ્રામ્ય વિસ્તારોથી પોશ સોસાયટીઓ સુધી જળબંબાકાર, પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
Embed widget