શોધખોળ કરો

5 વર્ષ બાદ શનિવારે ફરી એકવાર શેર માર્કેટ ખુલ્લુ રહેશે, જાણો કેમ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ શનિવાર એટલે આજે બજેટ રજૂ કરશે. બજેટના કારણે આજે શેરબજારમાં શનિવાર હોવા છતા ટ્રેડિંગ ચાલું રહેશે.

મુંબઈ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ શનિવાર એટલે આજે બજેટ રજૂ કરશે. બજેટના કારણે આજે શેરબજારમાં શનિવાર હોવા છતા ટ્રેડિંગ ચાલું રહેશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોની અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે, બજેટની જાહેરાતથી બજારમાં ઘણાં ઉતાર-ચઢાણ જોવા મળે છે. 2015માં પણ બજેટના દિવસે શનિવાર હોવાના કારણે BSE પર ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે શનિવાર-રવિવારે શેર બજાર બંધ રહે છે. સરકાર લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સમાં મોટી રાહત આપે તેવી સંભાવના છે. શેર ખરીદ્યાના એક વર્ષ બાદ વેચવા પર જો એક લાખ રૂપિયાથી વધારે નફો થાય તો તેની પર હાલ 10% ટેક્સ લાગે છે. હવે એવી અટકળો પણ છે કે, આ ટેક્સને ખતમ કરી શકાય છે અથવા તો આનો સમય વધારીને 2 વર્ષ કરવામાં આવે તેવી સંભાવના છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સના નિયમોમાં પણ ફેરફાર કરાય તેવી સંભાવના છે. ગત બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સુપર રિચ પર સરચાર્જ વધારવાની જાહેરાત કરી હતી. વિદેશ રોકાણકારો પણ આની હેઠળ આવે તેવું માનવામાં આવ્યું હતું. જેના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, સરકારે થોડા દિવસો બાદ સરચાર્જ વધારવાનો નિર્ણય પરત ખેંચ્યો હતો. બજેટના દિવસે સેક્ટર વિશેષ માટે જે જાહેરાત કરવામાં આવે છે તેની સેક્ટર વિશેષની કંપનીઓના શેર પર અસર જોવા મળે છે. મોદી સરકારના છેલ્લા 6 પૂર્ણ બજેટની વાત કરવામાં આવે તો બજેટના દિવસે 4 વખત શેર બજાર નુકસાનમાં રહ્યું હતું. ગત વર્ષે 5 જૂલાઈએ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સેનસેક્સ 1% અને નિફ્ટી 1.14% ડાઉન રહ્યું હતું.

ટોપ સ્ટોરી

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

Embed widget