શોધખોળ કરો

Budget 2026: શું છે 'ઓરેન્જ ઈકોનોમી'? જેનાથી યુવાનોને મળશે 2000000 નવી નોકરીઓ

What is Orange Economy: બજેટમાં 'નારંગી અર્થતંત્ર' પર ભાર મુકાયો છે. AVGC સેક્ટરમાં 20 લાખ નોકરીઓ સર્જાશે. 15,000 સ્કૂલોમાં લેબ્સ અને પૂર્વ ભારતમાં નવી NID સ્થપાશે.

What is Orange Economy: આજે 1 February, 2026 ના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ લોકસભામાં દેશનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું. પોતાના સતત નવમા બજેટ ભાષણ દરમિયાન તેમણે શિક્ષણ, રોજગાર અને ઉર્જા સુરક્ષા જેવી અનેક મોટી જાહેરાતો કરી હતી. જોકે, તેમના ભાષણમાં એક નવા શબ્દે સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને તે શબ્દ છે - 'નારંગી અર્થતંત્ર' (Orange Economy). શું તમે જાણો છો આ ટર્મનો અર્થ શું થાય છે અને તે ભારતના યુવાનો માટે કેમ ગેમ ચેન્જર સાબિત થશે?

સરળ શબ્દોમાં કહીએ તો, ઓરેન્જ ઇકોનોમીને 'સર્જનાત્મક અર્થતંત્ર' (Creative Economy) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો આધુનિક વિચાર છે જેમાં દેશનો વિકાસ ફેક્ટરીઓ કે મશીનો પર નહીં, પરંતુ લોકોની બુદ્ધિ, કળા અને સર્જનાત્મક સંપત્તિ (Creative Assets) પર આધારિત હોય છે. તેમાં ટેકનોલોજી, બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property), પર્યટન અને સાંસ્કૃતિક વારસાનો અદભૂત સુમેળ જોવા મળે છે.

નાણામંત્રીએ ભારતના યુવાનોમાં રહેલી ટેલેન્ટને ઓળખીને AVGC સેક્ટર (Animation, Visual Effects, Gaming, and Comics) ને આ ઓરેન્જ ઈકોનોમીનું પાવરહાઉસ ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આ ઉદ્યોગ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે અને તેમાં રોજગારીની અપાર સંભાવનાઓ રહેલી છે."

રોજગારીના આંકડા ઉત્સાહજનક છે. બજેટના અંદાજ મુજબ, વર્ષ 2030 સુધીમાં આ સેક્ટરને અંદાજે 2 Million (20 લાખ) કુશળ વ્યાવસાયિકોની જરૂર પડશે. એટલે કે આવનારા સમયમાં એનિમેશન, ગ્રાફિક્સ અને ગેમિંગ ક્ષેત્રે યુવાનો માટે નોકરીઓના દ્વારા ખૂલી જશે.

આ ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સરકારે પાયાથી તૈયારી શરૂ કરી છે. મુંબઈ સ્થિત 'ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસ'ના સહયોગથી દેશભરમાં કામગીરી હાથ ધરાશે. બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ, કુલ 15,000 માધ્યમિક શાળાઓ અને 500 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (કોલેજો) માં અત્યાધુનિક 'AVGC કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ' (Content Creator Labs) સ્થાપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત, ભારતનો ડિઝાઇન ઉદ્યોગ પણ વિશ્વકક્ષાએ કાઠું કાઢી રહ્યો છે. આ ક્ષેત્રે શિક્ષણને વધુ વેગ આપવા માટે નાણામંત્રીએ પૂર્વીય ક્ષેત્ર (Eastern Region) માં એક નવી 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન' (NID) સ્થાપવાની મોટી જાહેરાત કરી છે.

આ તમામ પગલાંથી ભારતીય વિદ્યાર્થીઓને ક્રિએટિવ ફિલ્ડમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તકો મળશે. હવે માત્ર એન્જિનિયર કે ડોક્ટર જ નહીં, પણ ક્રિએટર બનવું પણ તેટલું જ ગૌરવપ્રદ ગણાશે. સરકારના આ મેગા પ્લાનથી ભારત ગ્લોબલ કન્ટેન્ટ હબ બનવાની દિશામાં આગળ વધશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વેકેશન પ્લાનિંગમાં લાગશે મોંઘવારીનું ગ્રહણ! 2 એપ્રિલથી ઇન્ડિગોની સવારી થશે મોંઘી, જાણો નવા રેટ
વેકેશન પ્લાનિંગમાં લાગશે મોંઘવારીનું ગ્રહણ! 2 એપ્રિલથી ઇન્ડિગોની સવારી થશે મોંઘી, જાણો નવા રેટ
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
Gold Silver Rate: એક જ દિવસમાં 9000 મોંઘી થઈ ચાંદી, સોનામાં પણ મોટો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: એક જ દિવસમાં 9000 મોંઘી થઈ ચાંદી, સોનામાં પણ મોટો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ
એરટેલનો શાનદાર રિચાર્જ પ્લાન, માત્ર 100 રૂપિયામાં મળી રહ્યાં છે આ બેનિફિટ્સ
એરટેલનો શાનદાર રિચાર્જ પ્લાન, માત્ર 100 રૂપિયામાં મળી રહ્યાં છે આ બેનિફિટ્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ
KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
Embed widget