શોધખોળ કરો

MSME માટે ₹10,000 કરોડનું ગ્રોથ ફંડ! રાજકોટ-મોરબીના ઉદ્યોગોની બદલાશે કિસ્મત; જાણો બજેટની ગુજરાત પર અસર

બજેટમાં ગુજરાતને સેમિકન્ડક્ટર અને MSME માટે મોટી ભેટ મળી છે. 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ અને સુરત સુધી ફ્રેઇટ કોરિડોર બનશે. કેન્સરની દવાઓ સસ્તી થશે અને જામનગરનું કેન્દ્ર અપગ્રેડ થશે.

Union Budget 2026 Gujarat Benefits: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 1 February, 2026 ના રોજ રજૂ કરેલા બજેટમાં ભલે સામાન્ય કરદાતાઓ માટે કોઈ મોટી જાહેરાત ન હોય, પરંતુ ઔદ્યોગિક હબ ગણાતા ગુજરાત માટે આ બજેટ 'બૂસ્ટર ડોઝ' સમાન સાબિત થયું છે. નાણામંત્રીના 85 મિનિટના ભાષણમાં 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે ગુજરાતના MSME થી લઈને Semiconductor ઉદ્યોગ સુધીના ક્ષેત્રોમાં સિક્કો જમાવવાની તકો ખોલી આપી છે.

શિક્ષણ અને મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે સરકારે ગુજરાતના તમામ 34 જિલ્લાઓમાં 'વર્કિંગ વુમન હોસ્ટેલ' અને ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની મોટી જાહેરાત કરી છે. આ પગલું રાજ્યની દીકરીઓને શિક્ષણ અને રોજગાર માટે ઘરથી દૂર સુરક્ષિત રહેઠાણ પૂરું પાડશે, જે નારીશક્તિને વધુ મજબૂત બનાવશે.

ગુજરાતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે આ બજેટ આશીર્વાદરૂપ છે. SME અને MSME સેક્ટર માટે ₹10,000 Crore ના 'ગ્રોથ ફંડ'ની જોગવાઈ કરવામાં આવી છે. આ ફંડથી રાજકોટ, મોરબી, અંકલેશ્વર અને વડોદરા જેવા ઔદ્યોગિક શહેરોને નવી ઉર્જા મળશે.

વેપારને વેગ આપવા લોજિસ્ટિક્સ પર પણ ભાર મૂકાયો છે. પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના 'ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર' (DFC) ના નિર્માણથી ગુજરાતના ઉત્પાદકો માટે માલસામાનની હેરફેર સુપરફાસ્ટ અને સસ્તી બનશે, જે વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે મહત્વનું છે.

સૌથી મોટી ભેટ ટેક્નોલોજી ક્ષેત્રે મળી છે. સરકારે 'ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' (ISM 2.0) લોન્ચ કર્યું છે, જેનો સીધો લાભ ગુજરાતને મળશે. દેશમાં મંજૂર થયેલા 5 મોટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સમાંથી 4 પ્રોજેક્ટ્સ ગુજરાતના ફાળે આવ્યા છે. આ મિશન હેઠળ રિસર્ચ અને ડિઝાઈન મજબૂત થતા ધોલેરા અને સાણંદ જેવા વિસ્તારોમાં રોજગારીનું ઘોડાપૂર આવશે.

સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ ગુજરાતને ફાયદો થશે. ₹10,000 Crore ના ફંડ સાથે 'બાયોફાર્મા શક્તિ' યોજનાનો લાભ રાજ્યના ફાર્મા હબને મળશે. ઉપરાંત, જામનગરમાં 'WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર' ને અપગ્રેડ કરવામાં આવશે. કેન્સર અને ડાયાબિટીસની 17 જીવનરક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવતા દવાઓ સસ્તી થશે.

કૃષિ ક્ષેત્રે સોમનાથથી ભાવનગર સુધીના દરિયાકાંઠાના 'NH-51' ને હવે 'નાળિયેર હાઈવે' તરીકે નવી ઓળખ મળશે. ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં દેશમાં 7મા ક્રમે છે, ત્યારે જૂના વૃક્ષો દૂર કરી નવી જાત વાવવાના પેકેજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સીધો લાભ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના છ જિલ્લામાં માવઠાની આગાહી, અમદાવાદ સહિત અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો
ગુજરાતના છ જિલ્લામાં માવઠાની આગાહી, અમદાવાદ સહિત અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો
રાજ્યમાં ગરમીમાં સતત વધારો, અમદાવાદ સહિત 7 શહેરમાં તાપમાનનો મહત્તમ પારો 35 ડિગ્રીને પાર
રાજ્યમાં ગરમીમાં સતત વધારો, અમદાવાદ સહિત 7 શહેરમાં તાપમાનનો મહત્તમ પારો 35 ડિગ્રીને પાર
Rajkot News: રાજકોટમાં આજે 'ઑપરેશન જંગલેશ્વર',મનપાના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન
Rajkot News: રાજકોટમાં આજે 'ઑપરેશન જંગલેશ્વર',મનપાના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન
Kirti Patel Arrested: મૃગીકુંડ સ્નાન વિવાદ વચ્ચે જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી કરી કીર્તિ પટેલની ધરપકડ
Kirti Patel Arrested: મૃગીકુંડ સ્નાન વિવાદ વચ્ચે જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી કરી કીર્તિ પટેલની ધરપકડ
Advertisement

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં ગરમીમાં વધારો, 7 શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન
Gujarat Unseasonal Rain : ગુજરાતમાં આગાહી પ્રમાણે પડ્યું માવઠું, ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Police: અમદાવાદ શહેરમાં એકસાથે 27 પીઆઈની આંતરિક બદલી
Gold Silver Price Hike: સોના-ચાંદીના ભાવમાં ફરી ઉછાળો, કેટલો વધ્યો ભાવ?
Rajkot Mega Demolition: રાજકોટમાં ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન, 1489 મકાનો પર ફરશે બુલડોઝર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના છ જિલ્લામાં માવઠાની આગાહી, અમદાવાદ સહિત અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો
ગુજરાતના છ જિલ્લામાં માવઠાની આગાહી, અમદાવાદ સહિત અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો
Ahmedabad: અમદાવાદ શહેરમાં એકસાથે 27 પીઆઈની આંતરિક બદલી, વસ્ત્રાપુર, સરખેજ પીઆઈની કરાઈ બદલી
Ahmedabad: અમદાવાદ શહેરમાં એકસાથે 27 પીઆઈની આંતરિક બદલી, વસ્ત્રાપુર, સરખેજ પીઆઈની કરાઈ બદલી
Rajkot News: રાજકોટમાં આજે 'ઑપરેશન જંગલેશ્વર',મનપાના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન
Rajkot News: રાજકોટમાં આજે 'ઑપરેશન જંગલેશ્વર',મનપાના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન
Gold Silver Price Today: સોના-ચાંદીમાં મોટો ઉછાળો, સોનું 3000 તો ચાંદી 13,500 રૂપિયા મોંઘી; જાણો આજે તમારા શહેરના તાજા રેટ
Gold Silver Price Today: સોના-ચાંદીમાં મોટો ઉછાળો, સોનું 3000 તો ચાંદી 13,500 રૂપિયા મોંઘી; જાણો આજે તમારા શહેરના તાજા રેટ
ઈતિહાસના પાનામાં બુમરાહના નામે નોંધાઈ વધુ એક સિદ્ધી, દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો અનોખો કિર્તિમાન
ઈતિહાસના પાનામાં બુમરાહના નામે નોંધાઈ વધુ એક સિદ્ધી, દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો અનોખો કિર્તિમાન
Credit Card: શું ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવામાં ન આવે તો થઈ શકે છે જેલ? જાણોલો નિયમો
Credit Card: શું ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવામાં ન આવે તો થઈ શકે છે જેલ? જાણોલો નિયમો
દક્ષિણ આફ્રિકા સામે હાર બાદ ટીમ મેનેજમેન્ટ એક્શનમાં, આગામી મેચમાં આ ખેલાડીઓની થઈ શકે છે છુટ્ટી
દક્ષિણ આફ્રિકા સામે હાર બાદ ટીમ મેનેજમેન્ટ એક્શનમાં, આગામી મેચમાં આ ખેલાડીઓની થઈ શકે છે છુટ્ટી
T20 World Cup: ટીમ ઈન્ડિયાને કેવી રીતે મળશે સેમિફાઈનલની ટિકિટ? સાઉથ આફ્રિકા સામે હાર બાદ આ છે સમીકરણ
T20 World Cup: ટીમ ઈન્ડિયાને કેવી રીતે મળશે સેમિફાઈનલની ટિકિટ? સાઉથ આફ્રિકા સામે હાર બાદ આ છે સમીકરણ
Embed widget