OTPથી પેમેન્ટઃ ચોથી રીત છે OTP દ્વારા પેમેન્ટ કરવાની છે. તેમાં તમારે મર્ચન્ટને તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે જેની સાથે પેટીએમ રજિસ્ટર્ડ છે. પેમેન્ટ માટે મર્ચન્ટ તમારા પેટીએમ એકાઉન્ટવાળા મોબાઈલ નંબર પર OTP મોકલશે. આ OTP બતાવવા પર મર્ચન્ટના Paytm ખાતામાં જે અપેક્ષિત રકમ પહોંચી જશે.
2/7
બાર કોડ દ્વારા પેમેન્ટઃ ત્રીજી રીત છે તમે પેમેન્ટ કરવાનું છે તે જગ્યાએ જઈને તમે Paytm એપનો કોડ મર્ચન્ટને શો કરો. તે તેને સ્કેન કરશે અને પેમેન્ટ થઈ જશે.
3/7
કોઈ વ્યક્તિના મોબાઈલ નંબર પર મની ટ્રાન્સફરઃ અન્ય રીત છે મોબાઈલ ફોન નંબર દ્વારા પેમેન્ટ કરવું. તેના માટે જરૂરી છે કે પેમેન્ટ મેળવનાર વ્યક્તિએ Paytm એપ ઇન્સ્ટોલ કરી હોય અને તેનો મોબાઈલ નંબર એપની સાથે રજિસ્ટર્ડ હોવો જોઈએ. આ રીતે પેમેન્ટ કરવા માટે તમારે પેમેન્ટ મેળવનારનો મોબાઈલ નંબર અને રકમ ભરવાની રહેશે. સેન્ડ બટન પર ક્લિક કરતા જ તેને રૂપિયા મળી જાય છે.
4/7
QR કોડ દ્વારા પેમેન્ટઃ Paytmમાં પેમેન્ટ કરવાની અનેક રીત ઉપલબ્ધ છે. જે મર્ચન્ટની પાસે QR કોડ છે, તમે પેટીએમ એપથી તેના કોડને સ્કેન કરો. કોડ સ્કેન કર્યા બાદ મર્ચન્ટનું નામ સામે આવશે. હવે તમારે રકમ ભરીને પે પર ક્લિક કરવાનું રહેશે અને પેમેન્ટ થઈ જશે. પેમેન્ટ કર્યા બાદ તમને મેસેજ અને ઈમેલ દ્વારા વિગતો મોકલવામાં આવશે.
5/7
આ રીતે તમારા મોબાઈલ વોલેટમાં રૂપિયા જમા કરોઃ અમે અહીં Paytmનું ઉદાહરણ લઈરહ્યા છે જે ખૂબ જ પ્રચલિત છે. OTPથી એપને એક્ટિવેટ કર્યા બાદ Add Money પર જાવ. અહીં તમે તમારા ડેબિટ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા Paytmના ખાતામાં રૂપિયા જમા કરી શકો છો. રૂપિયા જમા કરાવ્યા બાદ એકાઉન્ટ મર્ચન્ટ પેમેન્ટ માટે તૈયાર થઈ જશે.
6/7
તમામ પ્રકારના વોલેટના ડેસ્કટોપ વર્ઝન અને મોબાઈલ એપ ઉપલબ્ધ છે. ડેસ્કટોપ વર્ઝનથી તમે ઈ-કોમર્સ અથવા ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. પરંતુ દુકાનો પર પેમેન્ટ માટે મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. તમે એન્ડ્રોઈડ પ્લેસ્ટોર, એપલ સ્ટોર અથવા વિન્ડોઝ એપ સ્ટોર પર જઈને તેને ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ તમારે તેના પર તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
7/7
નવી દિલ્હીઃ જ્યારથી સરકારે 500 અને 1000 રૂપિયાની જૂની નોટને રદ્દ કરી છે ત્યારથી મોબાઈલ વોલેટ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. રોકડ ન હોવાને કારણે લોકો Freecharge, Paytm, Axis Bankનાં Axis Pay, ICICI Bankનાં Pockets જેવા મોબાઇલ વોલેટનો ઉપયોગ ખૂબ કરી રહ્યા છે. એવી સ્થિતિ છે કે, ભજીયા વેચનાર, રસ્તા પર હેલમેટ વેચનાર અને શાકભાજી અથવા માછલી વેચનાર વેપારી પણ Paytm અથવા અન્ય વોલેટના બેનર લકટાવીને મોબાઈલ પેમેન્ટ સ્વીકારવાના પુરાવા આપી રહ્યા છે. આવો જાણીએ મોબાઈલ વોલેટનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.