આ પ્લાનમાં કંપની તરફથી 70 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ કૉલ્સ આપવામાં આવી રહ્યા છે. જો કે સિલેક્ટેડ યૂઝર્સને આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે, ઉપરાંત દરરોજના 100 મેસેજ પણ ફ્રી આપવામાં આવી રહ્યા છે. આ હિસાબે દરરોજના 1જીબી ડેટા માટે ગ્રાહકોએ માત્ર 1.97 રૂપિયા જ ચૂકવવા પડી રહ્યા છે.
2/3
મીડિયા અહેવાલ અનુસાર 399 રૂપિયા વાળા પ્લાનમાં હવે 1.4 જીબીની જગ્યાએ 2.4 જીબી ડેટા આપવાનું શરૂ કર્યું છે. જો કે ફેરફાર કરાયેલા આ પ્લાનનો લાભ અમુક ગ્રાહકો જ ઉઠાવી શકશે. એરટેલના પ્લાનથી જિયોને ભારે ટક્કર મળશે. 399માં 84 દિવસ સુધી દરરોજ 1.5 જીબી ડેટા ઉપલબ્ધ કરાવે છે.
3/3
નવી દિલ્હીઃ ટેલીકોમ સેક્ટરમાં જિઓને ટક્કર આપવા માટે એરટેલે પોતાના 399 રૂપિયાવાળા પ્લાનમાં ડેટા લિમિટ વધારી દીધી છે. પહેલા કંપની આ પ્લાનમાં પ્રતિ દિવસ 1.4 જીબી ડેટા આપતી હતી. હવે મળેલી જાણકારી અનુસાર કંપનીએ આ પ્લાનમાં ફેરફાર કર્યા છે અને ડેટાની મર્યાદા વધારી દીધી છે.