જો કેશ બેનિફિટ અને અન્ય ઓફરની વાત કરીએ તો, ICICI અને Citi bankના કસ્ટમર્સને 10 ટકા એકસ્ટ્રા કેશબેક મળશે. Amazonની ગ્રેટ ઈન્ડીયન ફેસ્ટીવલ સેલ દરમ્યાન ગ્રાહકોને Bajaj Finserv EMI કાર્ડ અને ડેબિટ, ક્રેડિટ કાર્ડ્સ પર નો-કોસ્ટ EMIનો વિકલ્પ પણ મળશે.
2/4
કંપનીએ ખુલાસો કર્યો છે કે, Xiaomiના Redmi 6Aની ફ્લેશ સેલ દરરોજ 12 કલાકથી થશે. Amazonએ કહ્યું કે, ભારતના બેસ્ટસેલિંગ મોબાઈલ ફોન પોતાના અત્યાર સુધીના સસ્તા ભાવમાં મળશે. આ સિવાય, ગ્રાહક ટીવી પર 60 ટકા અને એપ્લાયન્સેજ પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે.
3/4
ગ્રેટ ઈન્ડીયન ફેસ્ટીવલ સેલ 24 ઓક્ટોબર 2018ના રાત્રે 12 કલાકથી શરૂ થશે, અને 28 ઓક્ટોબર 2018ના રોજ રાત્રે 11.59 કલાકે ખતમ થશે. આ સેલમાં Amazon 90 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. Amazon સ્માર્ટફોન, ટેલિવિઝન, એપ્લાયંસેજ, ફેશન, હોમ અને કિચન પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપશે. આ સિવાય, Fire TV સ્ટિક અને Echo થર્ડ જનરેશન જેવા Amazonના ડિવાઈસેજ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
4/4
નવી દિલ્હીઃ વિતેલા સપ્તાહે મોટાભાગની ઈ કોમર્સ સાઈટ પર ચાલેલ સેલ બાદ જો તમે વિચારી રહ્યા છો કો તહેવારની સીઝનમાં ઓનલાઈન સેલનો અંત આવી ગયો છે તો તે ખોટું છે. Amazonએ જાણકારી આપી છે કે આગામી Amazon ગ્રેટ ઇન્ડિયા ફેસ્ટિવલ સેલ 24 ઓક્ટોબરથી શરૂ થશે. આ સેલમાં ગ્રાહકોને દિવાળી પહેલા પોતાની મનપસંદ પ્રોડક્ટ સસ્તામાં ખરીદવાની તક છે.