નવી દિલ્હીઃ મુકેશ અંબાણી ભલે દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોય, પરંતુ તેના ભાઈ અનિલ અંબાણીની મુશ્કેલી સતત વધી રહી છે. રિલાયન્સ કોમ્યૂનિકેશન્સને મુકેશ અંબામીની કંપની જિઓને વેચવાના પ્રયત્ન નિષ્ફળ ગયો છે. ખુદ અનિલ અંબાણીએ આ વાતની જાણકારી સુપ્રીમ કોર્ટમાં મંગળવારે આપી. તેની સાથે જ અનિલ અંબાણીની કંપનીના સંકટમાંથી બહારવાવની આશા પણ ખત્મ થઈ ગઈ છે.
2/4
એરિક્સને અનીલ અંબાણી પર સુપ્રીમ કોર્ટમાં આદેશ હોવા છતાં 550 કરોડ રૂપિયા ન ચૂકવવાને લઈને અવમાનનાનો આરોપ લગાવ્યો. એરિક્સના વકીલે કહ્યું કે, બાકી રકમ ન ચૂકવાય ત્યાં સુધી અનિલ અંબાણીની અટકાયત કરવામાં આવે. તેના માટે તેમણે પર્સનલ ગેરેન્ટી લીધી હતી.
3/4
અનિલ અંબાણીની કંપની પર 47,000 કરોડ રૂપિયાનું દેવું છે અને 1 ફેબ્રુઆરીના રોજ તેણે કંપનીને નાદાર જાહેર કરવાની અપીલ કરી છે. મંગળવારે એકિક્સનને 550 કરોડ રૂપિયા ચૂકવવાના મામલે ખુદ અનિલ અંબાણી હાજર રહ્યા અને આ જાણકારી આપી હતી. ખચાખચ ભરેલ કોર્ટ રૂમમાં અનિલ અંબાણી અંદાજે અઢી કલાક સુધી ઉભી રહ્યા હતા.
4/4
અનિલ અંબાણીના પિતા ધીરૂભાઈ અંબાણીના 85માં જન્મદિવસના અવસર પર રિલાયન્સ જિઓને પોતાની રિલાયન્સ કોમ્યુનિકેશનની ટેલિકોમ એસેટ્સ વેચવાની જાહેરાત કરી હતી. તેનાથી કંપનીને 23,000 કરોડ રૂપિયા મળવાની આશા હતી. અનીલ અંબાણીની નજર એ વાત પર હતી કે તેના દ્વારા તે દેવું ચૂકવી દશે, પરંતુ એવું થઈ શક્યું નહીં.