શોધખોળ કરો
બેંકિંગ સેવા બનશે મોંઘીઃ ATMમાં લિમિટથી વધારે વખત ઉપાડશો કેશ તો આપવો પડશે GST
1/5

ટેક્સ વિભાગના સવાલ-જવાબ મુજબ જો બેંક તેના ગ્રાહકોને કોઈપણ સેવા માટે સર્વિસ ચાર્જ પર ડિસ્કાઉન્ટ આપે તો આવી સ્થિતિમાં કુલ સર્વિસ ચાર્જથી ડિસ્કાઉન્ટને બાદ કરીને જીએસટી વસૂલાશે. આ ફેંસલાના કારણે બેંક દ્વારા કસ્ટમર કેર, બ્રાંચ વિઝિટ, બેંક ડ્રાફ્ટ, મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ જેવી સેવાઓ માટે જીએસટી આપવો પડશે.
2/5

ટેક્સ વિભાગની સ્પષ્ટતા બાદ ગ્રાહકોને પ્રતિ મહિને બેંકો દ્વારા 3-5 ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવે છે તેના પર કોઈ પ્રકારનો જીએસટી નહીં લાગે. ઉપરાંત ગ્રાહકોને બેંકોમાંથી મળતી ફ્રી ચેકબુક કે ફ્રી બેલેન્સ સ્ટેટમેન્ટ પર જીએસટી નહીં લાગે. પરંતુ ફ્રી સુવિધા સિવાય નવી ચેકબુક કે સ્ટેટમેન્ટ મેળવવા પર જીએસટી આપવો પડશે.
Published at : 04 Jun 2018 04:56 PM (IST)
View More





















