શોધખોળ કરો
કરોડપતિ નીકળ્યો ચાટવાળો, આવકવેરા વિભાગની રેડમાં થયો ખુલાસો
1/3

ITની આ તપાસમાં માલૂમ થયુ કે ચાટની દુકાનનો આ માલિક રિઅલ એસ્ટેટમાં પણ ખુબ પૈસો લાગવતો હતો. આ ચાટવાલાની પટિયાલામાં સરહિંદ રોડ પર બુકિંગ ઓફિસ પણ છે. જ્યાં તે લગ્ન અને અન્ય અવસર પર ઓર્ડર લે છે. ચાટવાલાએ બે પાર્ટી હોલ બનાવ્યા હતાં જ્યાં થનારા સમારંભમાં ચાટ સર્વ કરવાનાં તે અઢીથી ત્રણ લાખ રૂપિયા લેતો હતો. માનવામાં આવે છે કે, તેનાં વેચાણ અને ખર્ચાનો સંપૂર્ણ હિસાબ નથી. તેથી તેની સંપત્તિ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે.
2/3

નવી દિલ્હીઃ મોટેભાગે તમે તમારા વિસ્તારમાં જાણીતી ચાટવાળાની દુકાન પર ગ્રાહકોની ભારે ભીડ જોઈ હશે, પરંતુ ભાગ્યે જ તમને એ વાતનો અંદાજ હશે કે ચાટવાળો પણ કરોડોની સંપત્તિનો માલિક હોઈ શકે છે. પંજાબના પટિયાલામાં જ્યારે આવકવેરા વિભાગના અધિકારીઓએ ચાટવાળાને ત્યાં રેડ મારી તો તેણે 1.2 કરોડ રૂપિયાની સંપત્તિની જાણકારી મળી, જેની તેમને પણ આશા ન હતી. આ રેડ પટિયાલાના જાણીતા ચાટવાળાને ત્યાં પાડવામાં આવી હતી.
Published at : 20 Oct 2018 07:18 AM (IST)
View More





















