શોધખોળ કરો
અત્યાર સુધી દેશમાં જનધન ખાતાઓમાં જમા થયાં 64,252.15 કરોડ રૂપિયા
1/3

ઉત્તરપ્રદેશમાં જનધન ખાતા ધરાવનારાઓની સંખ્યા ૩.૭૯ કરોડની આસપાસની છે. જેથી સૌથી જંગી રકમ અહીં જમા કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ૧૦,૬૭૦.૬૨ કરોડ રૂપિયા જમા કરવામાં આવી ચુક્યા છે. બંગાળમાં ૨.૪૪ કરોડ ખાતા છે અને ૭૮૨૬.૪૪ કરોડની રકમ જમા થઈ છે. રાજસ્થાન ત્રીજા સ્થાને છે. અહીં ૧.૮૯ કરોડ ખાતા છે અને જમા થયેલી રકમનો આંકડો ૫૩૪૫.૫૭ કરોડ છે.
2/3

સરકારે આજે માહિતી આપતા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન ત્યારબાદ નંબર ધરાવે છે. કેન્દ્ર સરકારે ભારપૂર્વક કહ્યું છે કે કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકોને જનધન ખાતાઓમાં ઝીરો બેલેન્સને ટાળવા માટે એક અથવા બે રૂપિયા જમા કરવા તેમના અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા નથી. ૧૬મી નવેમ્બર સુધીના આંકડા દર્શાવે છે કે જનધન ખાતાઓમાં જંગી રકમ જમા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશભરમાં હવે ૬૪,૨૫૨.૧૫ કરોડની રકમ જમા થઈ ચુકી છે. લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી સંતોષકુમાર ગંગવારે આજે આ મુજબની માહીતી આપી હતી.
Published at : 26 Nov 2016 08:21 AM (IST)
View More




















