જો કે આ સુવિધા માત્ર મેલ, એક્સપ્રેસ ટ્રેન, રાજધાની શતાબ્દી, ગતિમાન તથા તેજસ ટ્રેન પૂરતી જ મર્યાદિત રહેશે. તથા આ ઓફરનો લાભ ટ્રેનોમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, તથા એકઝીકયુટીવ કલાસમાં જ લાગુ પડશે. થર્ડ એસી તથા તથા સ્લિપર ક્લાસમાં આ સુવિધા અંતર્ગત ટિકિટ બુક કરાવી નહીં શકાય. આમ હવે તેઓ ઘેર બેઠા ૩૬૦ દિવસ પહેલા પોતાની મુસાફરી કન્ફર્મ કરી શકશે.
2/3
નવી દિલ્હી: ભારત ફરવા આવતા વિદેશી પ્રવાસીઓ હવે 360 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકશે. અત્યાર સુધી વિદેશી પ્રવાસીઓ 120 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકતા હતા. આ સુવિધાનો લાભ એનઆરઆઈને પણ મળશે.
3/3
ઇન્ડિયન રેલવે ચાલુ સપ્તાહે જ આ સુવિધાની સત્તાવાર જાહેરાત કરશે. રેલવેએ પ્રવાસી ભારતીયો અને વિદેશી પર્યટકોને આકર્ષિત કરવાના ઉદ્દેશથી આ સુવિધા શરૂ કરી છે, જેથી તે લોકો દેશમાં પ્રવાસ કરવા માટે સરળતાથી ટિકિટ બુક કરાવી શકે.