શોધખોળ કરો
Budget 2019: 1 ફેબ્રુઆરીએ સરકાર વચગાળાનું નહીં પણ સામાન્ય બજેટ રજૂ કરશેઃ સૂત્ર
1/3

અહેવાલ અનુસાર, સરકાર બજેટમાં યૂનિવર્સલ બેસિક ઇનકમની જાહેરાત કરી શકે છે. ઉપરાંત ઇનકમ ટેક્સમાં છૂટની મર્યાદા પણ વધારવામાં આવી શકે છે. જો સરકાર સામાન્ય બજેટ રજૂ કરે છે તો બજેટમાં ઘણી જાહેરાત થઈ શકે છે. એપ્રિલમાં લોકસભા ચૂંટણીમાં થવાની છે. એવામાં સરકારનું બજેટ લોકભોગ્ય હોઈ શકે છે.
2/3

નવી દિલ્હીઋ 1 ફેબ્રુઆરીના રોજ સરકાર સામાન્ય બજેટ રજૂ કરશે. મીડિયા અહેવાલ અનુસાર શુક્રવારે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. સામાન્ય રીતે ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવતું હોય છે. જોકે આ વખતે આ પરંપરા તૂટશે. પરંપરા અનુસાર ચૂંટણી બાદ આવનારી સરકાર સામાન્ય બજેટ રજૂ કરતી હોય છે. એવી આશા છે કે, સરકાર બજેટમાં અનેક નવી જાહેરાત કરી શકે છે.
Published at : 30 Jan 2019 12:14 PM (IST)
View More





















