ગયા વર્ષે કારોબારમાં સરળતા રેન્કીંગમાં ભારત 30 પોઈન્ટની છંલાગ સાથે 130થી 100માં સ્થાન પર આવ્યું હતું. આ એક વર્ષના ગાળામાં ભારત દ્વારા લગાવવામાં આવેલી સૌથી મોટી છલાંગ છે. માનવામાં આવી રહ્યું છે કે આ રેન્કિંગથી ભારતને વધુમાં વધુ વિદેશી રોકાણને આકર્ષવામાં મદદ મળશે.
2/3
અરુણ જેટલીએ કહ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી સરકાર 2014માં સત્તામાં આવી હતી ત્યારે ભારત રેન્કીંગમાં 142 પર હતુ. પીએમ મોદીએ કહ્યું હતું કે ,આવનારા દિવસોમાં ભારત આ ઈન્ડેક્સમાં ટૉપ 50 દેશોની યાદીમાં સમાવેશ થાય.
3/3
નવી દિલ્હી: ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કીંગમાં ભારતે મોટી છલાંગ લગાવી છે. વિશ્વ બેન્ક તરફથી જાહેર કરવામાં આવેલા વર્તમાન ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ(ડીબીઆર-2019)માં ભારતે 23 પોઈન્ટ આગળ સરકી 100મા સ્થાનથી 77મું સ્થાન મેળવ્યુ છે. છેલ્લા બે વર્ષમાં ભારતના રેન્કીંગમાં 53 પોઈન્ટનો સુધારો જોવા મળી રહ્યો છે. વર્લ્ડ બેન્કે 190 દેશોની યાદીમાંથી આ યાદી જાહેર કરી છે.