શોધખોળ કરો

CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

CBSE Board Exam 2025: CBSE 10મી, 12મી બોર્ડની પરીક્ષા 2025માં બેસવા જઈ રહેલા તમામ સ્ટૂડન્ટસ તેમના સ્કૂલ યુનિફોર્મમાં જવાનું રહેશે. જો કે, CBSE ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ યુનિફોર્મ વગર જઈ શકશે. નિયમિત અને ખાનગી વિદ્યાર્થીઓ માટે CBSE એડમિટ કાર્ડ બોર્ડના પરિક્ષા સંગમ પોર્ટલ પર ઉપલબ્ધ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નિયમિત વિદ્યાર્થીઓએ તેમની શાળામાંથી પ્રવેશ કાર્ડ એકત્ર કર્યા હશે,

CBSE Board Exam 2025:આજથી CBSE Board Examની એક્ઝામનો પ્રારંભ થયો છે. આજે ધોરણ 10 અને 12ના સીબીએસઇના વિદ્યાર્થીનું પ્રથમ પેપર છે. રાજ્યની 680 સ્કૂલોના 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ  પરીક્ષા આપી રહ્યાં છે,અમદાવાદના 21 કેન્દ્રમાં 14 હજાર 281 વિદ્યાર્થી  પરિક્ષા આપશે,. CBSE બોર્ડે પરિક્ષામાં ગેરરિતી ન સર્જાય તે માટે કરી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 240 વિદ્યાર્થી દીઠ એક CCTV મોનિટરિંગ ઓફિસરને મૂકવામાં આવ્યાં છે.

પરીક્ષા સવારે 10.30 કલાકે શરૂ થશે. આ વર્ષે 42 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ દેશભરના 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 દેશોમાં યોજાશે. ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી થી 4 એપ્રિલ સુધી અને ધોરણ 10 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી થી 18 માર્ચ દરમિયાન લેવામાં આવશે.

શાળાના ગણવેશમાં જવું પડશે

CBSE 10મી, 12મી બોર્ડની પરીક્ષા 2025માં બેસવા જઈ રહેલા તમામ સ્ટૂડન્ટસ તેમના સ્કૂલ યુનિફોર્મમાં જવાનું રહેશે. જો કે, CBSE ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ યુનિફોર્મ વગર જઈ શકશે. નિયમિત અને ખાનગી વિદ્યાર્થીઓ માટે CBSE એડમિટ કાર્ડ બોર્ડના પરિક્ષા સંગમ પોર્ટલ પર ઉપલબ્ધ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નિયમિત વિદ્યાર્થીઓએ તેમની શાળામાંથી પ્રવેશ કાર્ડ એકત્ર કર્યા હશે, જ્યારે ખાનગી વિદ્યાર્થીઓ બોર્ડની સાઇટ પરથી તેમના પ્રવેશ કાર્ડને સીધા જ ડાઉનલોડ કરી શકે છે.

પર્સ, ગોગલ્સ અને ફોન લઈ જઈ શકશે નહીં

બોર્ડની પરીક્ષામાં બેસવા માટે, વિદ્યાર્થીઓએ શાળા ID, પેન-પેન્સિલ અને પાણીની બોટલ સાથે CBSE એડમિટ કાર્ડ 2025 સાથે રાખવાનું રહેશે. વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઇ જઇ શકશે નહીં, મોબાઇલ ફોન, કેલ્ક્યુલેટર, સ્માર્ટ ઘડિયાળ, ઇયરફોન હોય. પરીક્ષા ખંડમાં તમે વોલેટ, ગોગલ્સ, પર્સ કે હેન્ડબેગ લઈ જઈ શકશો નહીં. વિદ્યાર્થીઓ ચોકલેટ કે ટોફી સહિત કોઈપણ પ્રકારની ખાદ્ય સામગ્રી પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે નહીં.

બોર્ડની પરીક્ષા સીસીટીવી દેખરેખ હેઠળ

આ વર્ષે, 8000 શાળાઓના 44 લાખથી વધુ વિદ્યાર્થીઓ  CBSE બોર્ડની 10મી, 12મીની પરીક્ષા  આપી રહ્યાં છે.  બોર્ડની પરીક્ષામાં છેતરપિંડી અને ગેરરીતિ અટકાવવા માટે બોર્ડ દ્વારા CCTV દ્વારા વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવશે.                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget