પ્રવાસીઓને મોબાઈલ પર આઈઆરસીટીસી દ્વારા પ્રવાસ માટે રિઝર્વેશન કરાવવાની સુવિધા હતી. હવે રેલવે જનરલ પ્રવાસ માટેટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ પણ આ સેવામાં જોડવાની છે. તેના માટે પેસેન્જર, મેલ, એક્સપ્રેસ ટ્રેનની અનરિઝર્વ ટિકિટ મોબાઈલ દ્વારા બુક કરવા માટે રેલવે કોમ્યુનિકેશન સિસ્ટમ એટલે કે ક્રિસ સાથે મળીને તેને શરૂ કરવા જઈ રહી છે. તેના માટે પશ્ચિમ રેલવે સહિત તમામ જોનના રેલવેને આદેશ આપવામાં આવ્યા છે.
2/4
વિકલ્પની પસંદ બાદ પ્રવાસીને પ્રવાસ સ્થળની જવાની અને પરત ફરવાની ટિકિટ વિશે પૂછવામાં આવશે. એક વખતમાં પ્રવાસી વધુમાં વદુ ચાર ટ્રેનની જનરલ ટિકિટ લઈ શકશે. ત્યાર બાદ પ્રવાસીના મોબાઈલમાં રકમ કપાઈ ગયાનો મેસેજ મળશે જેમાં ટિકિટની જાણકારી આપવામાં આશે. ઉપરાંત પ્રવાસી ઈચ્છે તો એટીવીએમાં ગુપ્ત કોડ મેસેજ લખીને પણટિકિટની પ્રિન્ટ આઉટ લઈ શકશે. આઈઆરસીટીસીના પ્રવક્તા પ્રદીપ કુંડા અનુસાર પ્રવાસીઓને ઓનલાઈન જનરલ ટિકિટ બુકિંગ સુવિધા ટૂંકમાં જ મળશે. તેના માટે અમે પશ્ચિમ રેલવે સહિત તમામ ઝોનની સાથે મળીને તૈયારી કરી રહ્યા છીએ.
3/4
ટિકિટ માટે પ્રવાસીઓએ સૌથી પહેલા પોતાના મોબાઈલ નંબરને એપ્લીકેશનમાં રજિસ્ટર્ડ કરવાનો રહેશે. તેમાં નંબર ઉપરાંત શહેરનું નામ, પ્રવાસની તારીખ, યૂઝરનું નામ, પાસવર્ડ વગેરે લખવાનું રહેશે. ત્યાર બાદ તમને વિકલ્પ મળશે કે તમારે જનરલ ટિકિટ જોઈએ છે કે પ્લેટફોર્મ ટિકિટ. જનરલ ટિકિટ ખરીદવા માટે પ્રવાસીએ વોલેટ બનાવવું પડશે. આ વોલેટમાં પ્રવાસી 100 રૂપિયાથી 5 હજાર રૂપિયા સુધીની ટિકિટ ખરીદી શકશે. તેને વેબ પોર્ટના માધ્યમથી પણ રિચાર્જ કરી શકાશે.
4/4
નવી દિલ્હીઃ હવો તમારી ટ્રેન ટિકિટ લેવાની રાહમાં છૂટી નહીં જાય. આઈઆરસીટીસી ટૂંકમાં જ જનરલ ટિકિટ પણ મોબાઈલ પર આપવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. શરૂાતમાં આ યોજના પશ્ચિમ રેલવેમાં એટીવીએમવાળા સ્ટેશન પર ઉપલબ્ધ હશે. પશ્ચિમ રેલવે મૂલ્યાંકન કરી રહી છે કે ક્યા ઝોનના ક્યા રેલવે સ્ટેશન પર સૌથી વધારે જનરલ ટિકિટનું વેચાણ થાય છે.