જ્યારે આતંરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થાય છે ત્યારે સરકાર વધારાની સબ્સિડી આપે છે. પરંતુ ટેક્સના નિયમો અનુસાર રાંધણ ગેસ પર જીએસટની ગણતરી ઇંધણના બજાર મૂલ્યના આધરે જ નક્કી કરવામાં આવે છે. એવામાં સરકાર ઇંધણની કિંમતના એક હિસ્સાને સબ્સિડી તરીકે આપી શકે છે પરંતુ ટેક્સની ચુકવણી બજારના દર પ્રમાણે કરવાની હોય છે જેના કારણે કિંમતોમાં વધારો થાય છે.
2/4
નવી દિલ્હી: દિવાળીના તહેવાર પહેલા મોઁઘવારીનો વધુ એક માર પડ્યો છે. રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો થયો છે. સબ્સિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 2.94 રૂપિયા અને વગર સબ્સિડીવાળા એલપીજી સિલેન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વઘારો ઝીંકાયો છે. ભાવ વધારો આજે રાતથી લાગુ થશે.
3/4
સિલિન્ડરના બેસ પ્રાઈસમાં બદલાવ અને તેના પર ટેક્સની અસરથી ભાવમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે સરેરાશ આતંરરાષ્ટ્રીય બેન્ચમાર્ક દર અને વિદેશી મુદ્રા વિનિમય દર અનુસાર એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી થાય છે. જેના આધારે સબ્સિડી કિંમતમાં દર મહીને બદલાવ થાય છે.
4/4
નવી દિલ્હીની વાત કરીએ તો અહીં સબ્સિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 2.94 રૂપિયા વધતા 505.34 રૂપિયા થયા છે. જ્યારે સબ્સિડી વગરના સિલિન્ડરમાં 60 રૂપિયા વધારો થતા તેની કિંમત 939 રૂપિયા થઈ ગઈ છે. સબ્સિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં જૂનથી આજ સુધી 6 વખત વધારો થયો છે. ત્યારથી અત્યાર સુધી 14.13 રૂપિયાનો વધારો થયો છે.