અલ્ટો 800 મારૂતિની સૌથી પહેલી કાર હતી, જે એક સમયે સૌથી વધારે વેચાતી કાર હતી. આ કાર બજારમાં 1983થી સતત વેચાઈ રહી છે. 2012માં કંપનીએ ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું હતું.
2/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી પોતાની એન્ટ્રી લેવલ કાર અલ્ટો 800 કારનું ઉત્પાદન બંધ કરવાના અહેવાલને નકારી કાઢ્યા કંપનીએ કહ્યું કે, હાલમાં અલ્ટો 800 બંધ કરવાની કોઈ યોજના નથી. જોકે કંપનીએ કહ્યું કે, તે કારના એન્જિનમાં ફેરફાર કરવા જઈ રહી છે.
3/4
હાલની 800 સીસી એન્જિન બીએસ -4 (ભારત સ્ટેજ IV) ધોરણ સાથે સુસંગત છે, જે કંપની અપગ્રેડ કરવા જઇ રહી છે. 2020 સુધીમાં ભારત સરકારે તમામ કંપનીઓને ભારતમાં સ્ટેજ સિક્સ ધોરણો સાથેના એન્જિન બનાવવા માટે આદેશ આપ્યો છે.
4/4
ઉલ્લેખનીય છે કે મારુતિ સુઝુકી ઇન્ડિયાએ મારૂતિ 800 કારના સ્થાને 2012માં અલ્ટો 800ને બજારમાં લોન્ચ કરી હતી. આ કાર લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને ખૂબ વેચાઇ હતી. મારુતિ સુઝુકીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ દીપક સાવકર અનુસાર, મારુતિના જૂના મોડલો નવા પ્રદૂષણ ઉત્સર્જન ધોરણો પૂર્ણ કરતા નથી, તેથી તેનું ઉત્પાદન બંધ થશે.