શોધખોળ કરો
નોટબંધી બાદ એક પણ હાઈ ક્વોલિટીની નકલી નોટ નથી પકડાઈ, લાંબી લાઈન માટે લોકો જવાબદાર
1/4

સરકારે કહ્યું કે, ચલણથી બહાર કરવામાં આવેલ નવી નોટ બદલવા માટે નક્કી કરવામાં આવેલ ભારતીય રિઝર્વ બેંકના કાર્યલયની બહાર લાંબી લાઈનો અપાત્ર વ્યક્તિઓના આવવાને કારણે થઈ. ભારતીય રિઝર્વ બેંકે નવેમ્બર-ડિસેમ્બર 2016 દરમિયાન ભારતમાંથી બહાર રહેલા ભારતવાસીઓને જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બદલવા માટે 31 માર્ચ 2017 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
2/4

એનઆરઆઈ માટે આ છૂટ 30 જૂન સુધી છે. આ જૂની નોટ ભારતીય રિઝર્વ બેંકની મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને નાગપુરના કાર્યલયોમાં બદલાવી શકાય છે. મેધવાલે જણાવ્યું કે, અનેક લોકો રિઝર્વ બેંકના કાઉન્ટર પર એવા ઉભા રહ્યા જે યોગ્ય ન હતા. તેના કારણે લાંબી લાઈનો થઈ.
Published at : 29 Mar 2017 07:28 AM (IST)
View More























