શોધખોળ કરો

SBI ની 444 દિવસની સ્પેશિયલ FD માં રોકો 2,00,000 રૂપિયા, જાણો વ્યાજ સાથે પાછા કેટલા મળશે?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની 'અમૃત વર્ષા' યોજનામાં સામાન્ય નાગરિકોથી લઈને સિનિયર સિટીઝન સુધી સૌને મળી રહ્યું છે બમ્પર વ્યાજ; શેરબજારના જોખમ વગર કરો ઝીરો-રિસ્ક રોકાણ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • SBI ની 444 દિવસની 'અમૃત વર્ષા' FD સુરક્ષિત રોકાણ વિકલ્પ.
  • સામાન્ય નાગરિકો, સિનિયર સિટીઝન માટે આકર્ષક વ્યાજ દર.
  • ₹2 લાખના રોકાણ પર ₹16,000 થી વધુ વ્યાજ મળશે.
  • FD ને શેરબજાર કરતાં વધુ સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.

દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અત્યારે તેના ગ્રાહકો માટે એક શાનદાર FD સ્કીમ લાવી છે. જો તમે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડના જોખમથી બચીને સુરક્ષિત રોકાણ કરવા માંગો છો, તો SBI ની 444 દિવસની 'અમૃત વર્ષા' સ્પેશિયલ FD યોજના તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ સમાચારમાં આપણે સમજીશું કે બેંક હાલમાં કયા વ્યાજ દરો ઓફર કરી રહી છે અને જો તમે આ સ્કીમમાં 2,00,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો પાકતી મુદતે (મેચ્યોરિટી પર) તમને વ્યાજ સહિત કુલ કેટલા રૂપિયા પાછા મળશે.

SBI ની 444 દિવસની FD પર કેટલું વ્યાજ મળે છે?

SBI માં તમે 7 દિવસથી લઈને મહત્તમ 10 વર્ષ સુધીની FD કરાવી શકો છો, જેના પર 3.05% થી 7.05% સુધીનું વ્યાજ મળે છે. પણ જો 444 દિવસની 'અમૃત વર્ષા' સ્કીમની વાત કરીએ, તો બેંક સામાન્ય નાગરિકોને સૌથી વધુ 6.45%, સિનિયર સિટીઝન (વરિષ્ઠ નાગરિકો) ને 6.95% અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝનને 7.05% જેટલું આકર્ષક વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત, જો તમે 5 થી 10 વર્ષની લાંબા ગાળાની FD કરાવો છો, તો સામાન્ય લોકોને 6.05%, સિનિયર સિટીઝનને 7.05% અને સુપર સિનિયર સિટીઝનને વધુમાં વધુ 7.15% વ્યાજ મળે છે.

2,00,000 રૂપિયા જમા કરાવવા પર સમજો આખું ગણિત:

જો તમે SBI ની આ 444 દિવસની સ્પેશિયલ FD માં 2,00,000 રૂપિયા જમા કરાવો છો, તો કેટેગરી મુજબ તમને નીચે પ્રમાણે ફાયદો થશે:

સામાન્ય નાગરિકો: 16,189 રૂપિયાનું ફિક્સ વ્યાજ મળશે, એટલે કે મુદત પૂરી થવા પર કુલ 2,16,189 રૂપિયા પાછા મળશે.

સિનિયર સિટીઝન: 17,486 રૂપિયાનું વ્યાજ મળશે, એટલે કે મેચ્યોરિટી પર કુલ 2,17,486 રૂપિયા હાથમાં આવશે.

સુપર સિનિયર સિટીઝન (80+ વર્ષ): સૌથી વધુ 17,746 રૂપિયા વ્યાજ મળશે, એટલે કે કુલ 2,17,746 રૂપિયાની રકમ મળશે.

શા માટે FD ને મનાય છે સૌથી સુરક્ષિત રોકાણ?

આજના સમયમાં જ્યાં લોકો શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ દોડી રહ્યા છે, ત્યાં પણ મોટાભાગના ભારતીયો માટે બેંક FD સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર રોકાણ છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં શેરબજાર જેવું કોઈ જ જોખમ (Zero Risk) હોતું નથી. તમને પહેલેથી જ ખબર હોય છે કે નક્કી કરેલા વ્યાજ દર મુજબ મુદત પૂરી થવા પર તમને તમારા પૂરેપૂરા પૈસા ગેરંટી સાથે પાછા મળશે.

Frequently Asked Questions

SBI ની 444 દિવસની 'અમૃત વર્ષા' FD યોજનામાં સામાન્ય નાગરિકોને કેટલું વ્યાજ મળે છે?

SBI ની 444 દિવસની 'અમૃત વર્ષા' FD યોજનામાં સામાન્ય નાગરિકોને 6.45% વ્યાજ મળે છે. આનાથી રોકાણ સુરક્ષિત રહે છે અને સારું વળતર મળે છે.

SBI ની 444 દિવસની FD યોજનામાં 2,00,000 રૂપિયાનું રોકાણ કરવા પર સામાન્ય નાગરિકોને કેટલું વળતર મળશે?

જો સામાન્ય નાગરિક 2,00,000 રૂપિયાનું રોકાણ કરે, તો 444 દિવસની FD યોજનામાં તેમને 16,189 રૂપિયાનું વ્યાજ મળશે. આમ, મુદત પૂરી થવા પર કુલ 2,16,189 રૂપિયા પાછા મળશે.

વરિષ્ઠ નાગરિકો માટે SBI ની 444 દિવસની FD યોજનામાં શું ખાસ છે?

SBI ની 444 દિવસની FD યોજનામાં વરિષ્ઠ નાગરિકોને 6.95% વ્યાજ મળે છે. 80 વર્ષથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝનને 7.05% વ્યાજ મળે છે, જે આકર્ષક છે.

બેંક FD ને સૌથી સુરક્ષિત રોકાણ કેમ ગણવામાં આવે છે?

બેંક FD ને સૌથી સુરક્ષિત રોકાણ ગણવામાં આવે છે કારણ કે તેમાં શેરબજાર જેવું કોઈ જોખમ નથી. નક્કી કરેલા વ્યાજ દર મુજબ મુદત પૂરી થવા પર પૂરેપૂરા પૈસા ગેરંટી સાથે પાછા મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget