શોધખોળ કરો
પતંજલીએ હવે પ્રચાર ક્ષેત્રે પણ કાઢ્યું કાઠૂ, જાણો જાહેરાત આપવામાં ક્યા ક્રમે છે દેશમાં
1/3

નવી દિલ્હી: અનેક દિગ્ગજ કંપનીઓને પછાડનાર અને તેના પેટમાં તેલ રેડાવનાર બાબા રામદેવની પતંજલી કંપનીએ હવે જાહેરાત દ્વારા પ્રચાર ક્ષેત્રે પણ કાઠૂ કાઢયું છે, દેશમાં જાહેરાત આપવામાં પતંજલી ત્રીજા નંબરે આવી ગઇ છે. ખૂદ બાબા રામદેવ જ પોતાની કંપનીના બ્રાંડ એમ્બેસેડર હોય પતંજલીને જોરદાર ફાયદો થઈ રહ્યો છે.
2/3

એડ એકસ ઇન્ડીયાના રિપોર્ટ મુજબ, ટેલીવિઝન ઓડિન્યસ મેજરમેન્ટ કે મીડિયા રિસર્ચમાં પતંજલી જાહેરાત દેવામાં દેશમાં ત્રીજા નંબરે આવી ગઇ છે. સૌ પ્રથમ ક્રમે હિન્દુસ્તાન યુનિલીવર અને બીજા નંબરે રેકિટ બેંકિજર છે. બાબા રામદેવની કંપની પતંજલીને સ્વદેશી અને ઓર્ગેનિક હોવાનો ફાયદો મળી રહ્યો છે. કંપનીની સફળતાને કારણે હેમામાલિની પણ તેની સાથે જોડાઇ છે.
Published at : 26 Oct 2016 07:56 AM (IST)
View More





















